Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈમાં હજી પારો એકાદ-બે ડિગ્રી નીચે જવાની શક્યતા

મુંબઈમાં હજી પારો એકાદ-બે ડિગ્રી નીચે જવાની શક્યતા

15 January, 2023 07:36 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આજે મિનિમમ ટેમ્પરેચર ૧૩ ડિગ્રીની આસપાસ રહે એવી આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી છે

મુંબઈમાં શિયાળાની આ સીઝનમાં તાપમાનમાં સારોએવો ઘટાડો થવાથી ઠંડી અનુભવાઈ રહી છે. ગઈ કાલે બાંદરામાં રાતના સમયે ઠંડીથી બચવા માટે સિક્યૉરિટી ગાર્ડ તાપણું કરીને હાથ શેકતા જોવા મળ્યા હતા. તસવીર સૌજન્ય: પ્રદીપ ધિવાર

મુંબઈમાં શિયાળાની આ સીઝનમાં તાપમાનમાં સારોએવો ઘટાડો થવાથી ઠંડી અનુભવાઈ રહી છે. ગઈ કાલે બાંદરામાં રાતના સમયે ઠંડીથી બચવા માટે સિક્યૉરિટી ગાર્ડ તાપણું કરીને હાથ શેકતા જોવા મળ્યા હતા. તસવીર સૌજન્ય: પ્રદીપ ધિવાર


મુંબઈ : મુંબઈમાં હાલ ફૂલગુલાબી ઠંડી પડી રહી છે અને એમાં પણ હજી પારો થોડો વધુ નીચે જાય એવી શક્યતા વેધશાળા દ્વારા દર્શાવવામાં આવી છે. આજે મિનિમમ ટેમ્પરેચર ૧૩ ડિગ્રીની આસપાસ રહે એવી આગાહી વેધશાળા દ્વારા કરવામાં આવી છે.

મોસમ વિભાગનાં ડિરેક્ટર ડૉ. સુષમા નાયરે આ વિશે માહિતી આપતાં ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘હાલ ઉત્તર ભારતમાં બરફ પડ્યો છે અને ત્યાંથી ઠંડા પવનો આવી રહ્યા છે. એ સૂકા ઠંડા પવનોને કારણે મુંબઈ સહિત આસપાસના મોટા ભાગના વિસ્તારોમાં હાલ પારો ઘટી રહ્યો છે, જે એકાદ-બે ડિગ્રી હજી પણ ઘટી શકે.’



મુંબઈમાં ગઈ કાલે  કોલાબામાં ૨૦.૪ ડિગ્રી અને સાંતાક્રુઝમાં ૧૫.૨ ડિગ્રી મિનિમમ ટેમ્પરેચર નોંધાયું હતું. ગઈ કાલે બપોરે પણ ઠંડા પવનો આવી રહ્યા હતા અને કુમળો તડકો હોવા છતાં વાતાવરણમાં ભારે ઠંડક અનુભવવા મળી હતી. જોકે હવે ઉત્તરાયન થયું હોવાથી આવનારા સમયમાં ધીમે-ધીમે ઠંડીના પ્રભાવ ઘટતો જશે અને ગરમી વધતી જશે. 


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2023 07:36 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK