સુપ્રીમ કોર્ટે આ બાબતે શુક્રવારે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે રજૂ કરેલાં પઝેશન પેપર્સ પર તારીખ નથી
સુપ્રીમ કોર્ટની ફાઇલ તસવીર
રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ ફૉરેસ્ટ તરીકે જાહેર કરાયેલી રાજ્યની અને ખાસ તો મુંબઈ મેટ્રોપૉલિટન રીજનની આસપાસની ૩૫,૦૦૦ એકર જમીનના ડેવલપમેન્ટ માટે ૨૦૧૮માં બૉમ્બે હાઈ કોર્ટે આપેલા ચુકાદા પર સુપ્રીમ કોર્ટે રોક લગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટનું કહેવું છે કે આ માટે રાજ્ય સરકારે એ પ્રાઇવેટ ફૉરેસ્ટની જમીનના ભૂસંપાદન વખતે મહારાષ્ટ્ર પ્રાઇવેટ ફૉરેસ્ટ એક્વિઝિશન ઍક્ટમાં દર્શાવેલી ફરજિયાત પ્રોસેસને અને આ પહેલાંના સુપ્રીમ કોર્ટના આધારરૂપ ચુકાદા જેમાં કયા સંજોગોમાં પ્રાઇવેટ લૅન્ડને કાયદાકીય રીતે પ્રાઇવેટ ફૉરેસ્ટ લૅન્ડ જાહેર કરવાનાં સ્ટેપ્સ દર્શાવ્યાં હતાં એને ફૉલો કરવામાં આવ્યાં નથી.
સુપ્રીમ કોર્ટે આ બાબતે શુક્રવારે કહ્યું હતું કે ‘રાજ્ય સરકારે રજૂ કરેલાં પઝેશન પેપર્સ પર તારીખ નથી અને એ પેપર્સ વેરિફાઇડ પણ કરાયાં નથી, જ્યારે કે દાયકાઓ સુધી એ જમીનો પ્રાઇવેટ પઝેશનમાં હતી. એવું જણાઈ આવે છે કે હાઈ કોર્ટે ચુકાદો આપતી વખતે એનું વલણ આગળના જરૂરી એવા આધારરૂપ ચુકાદાઓને ફૉલો કરવાને બદલે એને અવૉઇડ કરવાનું જણાય છે.’
ADVERTISEMENT
૧૦૦ અરજી થયેલી
આ કેસમાં બૉમ્બે હાઈ કોર્ટે ૨૦૧૮માં ચુકાદો આપ્યો ત્યારે એની વિરુદ્ધમાં ૧૦૦ જેટલી અરજીઓ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાઈ હતી. એથી સુપ્રીમ કોર્ટે એના પર ત્યારે સ્ટેટસ-કો મૂકી દીધો હતો. સુપ્રીમ કોર્ટે રાજ્ય સરકાર દ્વારા પ્રાઇવેટ ફૉરેસ્ટ લૅન્ડ ઘોષિત કરાયેલી એન્ટ્રી રદ કરી હતી. જોકે રાજ્ય સરકારને એ માટેની પ્રૉપર પ્રોસેસ ચાલુ કરવા છૂટ આપી હતી.


