Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સનેે 2024-25માં ત્રિમાસિક ધોરણે નફામાં બેગણી વૃદ્ધિ

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સનેે 2024-25માં ત્રિમાસિક ધોરણે નફામાં બેગણી વૃદ્ધિ

Published : 29 July, 2024 12:38 PM | IST | Mumbai
Brand Media | brandmedia@mid-day.com

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024-25માં ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ સાથે મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સનેે 2024-25માં ત્રિમાસિક ધોરણે નફામાં બેગણી વૃદ્ધિ

સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સનેે 2024-25માં ત્રિમાસિક ધોરણે નફામાં બેગણી વૃદ્ધિ


સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે નાણાંકીય વર્ષ 2024-25માં ત્રિમાસિક ધોરણે ચોખ્ખા નફામાં બેગણી વૃદ્ધિ સાથે મજબૂત મોમેન્ટમ નોંધાવ્યું


30 જૂન, 2024 ના અંતે પૂરા થતા સમયગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ નોંધાવ્યું. એયુએમ વાર્ષિક ધોરણે 74 ટકા વધી, આવકો વાર્ષિક ધોરણે 71 ટકા વધી અને ચોખ્ખો નફો વાર્ષિક ધોરણે 95 ટકા વધ્યો



નાના શહેરો અને ગ્રામીણ વિસ્તારો પર કેન્દ્રિત હોમ ફાઇનાન્સ કંપની તથા બીએસઈ લિસ્ટેડ સ્ટાર હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડે (BSE Scrip code BOM: 539017) રિટેલ હોમ ફાઇનાન્સ ક્ષેત્રે તેનો વૃદ્ધિ દર જાળનવી રાખ્યો છે અને 30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે મજબૂત બિઝનેસ અને ફાઇનાન્શિયલ પર્ફોર્મન્સ આપ્યું છે.


30 જૂન, 2024ના રોજ પૂરા થતા ત્રિમાસિક ગાળા માટે સ્ટાર એચએફએલે તમામ બિઝનેસ ક્ષેત્રોમાં સિદ્ધિઓ હાંસલ કરી છે જે નીચે મુજબ છેઃ

બિઝનેસને લગતા આંકડાઃ એયુએમ વાર્ષિક ધોરણે 73.55 ટકા વધીને રૂ. 471.41 કરોડ થઈ. કંપનીએ ત્રિમાસિક ગાળામાં રૂ. 61.23 કરોડનું વિતરણ કર્યું.


આવકમાં વૃદ્ધિઃ વિતરણમાં મજબૂત પ્રગતિ સાથે વ્યાજની આવકમાં વાર્ષિક ધોરણે 61.43 ટકાનો વધારો. નેટ ઇન્ટરેસ્ટ માર્જિન (એનઆઈએમ) 7.04 ટકા રહ્યું

એસેટ ક્વોલિટી યથાવત રહીઃ 30 જૂન, 2024ના રોજ પીએઆર (શૂન્ય દિવસથી વધુ અગાઉની બાકી) 3.38 ટકા રહી જે પૈકી જીએનપીએ 1.57 ટકાએ તથા એનએનપીએ 1.12 ટકાએ રહી

મજબૂત નફાકારકતાઃ કરવેરા પૂર્વેના નફામાં વાર્ષિક ધોરણે 87.98 ટકા વૃદ્ધિ

જવાબદારીઓમાં વધારોઃ સ્ટાર એચએફએલ લોન બુકમાં વૃદ્ધિ માટે બેંકો અને એફઆઈ સાથે મજબૂત સંબંધો ધરાવે છે. 6 બેંકો અને 11 એફઆઈ સાથે હાલનું ઋણ રૂ. 335.35 કરોડે રહ્યું છે. હાલ રહેલી જવાબદારીઓ મજબૂત છે અને નાણાંકીય વર્ષ માટે બિઝનેસ પ્લાન મુજબ તેનું આયોજન થયેલું છે.

મજબૂત મૂડી સ્તરોઃ 30 જૂન, 2024ના રોજ નેટવર્થ રૂ. 137.7 કરોડ રહી છે. લિવરેજ લેવલ્સ 2.43 ગણાએ રહ્યા છે.

ESOP IIને મંજૂરીઃ કર્મચારીઓની માલિકીની ફિલોસોફીને આગળ ધપાવતા સ્ટાર એચએફએલના બોર્ડે લાયક કર્મચારીઓ માટે ESOP II સ્કીમને મંજૂરી આપી છે. કર્મચારીઓની વધેલી સંખ્યા તથા કંપનીના વિકાસમાં લાયક કર્મચારીઓના પ્રદાનને ધ્યાનમાં રાખતા કંપની દ્વારા આ બીજી સ્કીમ અમલમાં મૂકાઈ છે.

ડિવિડન્ડની ચૂકવણીઃ સ્ટાર એચએફએલે શેરદીઠ 5 પૈસાથી ડિવિડન્ડ ચૂકવણીમાં 50 ટકા વધારો કરીને હવે શેરદીઠ 7.5 પૈસા કર્યું છે જે આગામી એજીએમમાં શેરધારકોની મંજૂરીને આધીન છે.

લેન્ડિંગ સ્યૂટ અપગ્રેડેડઃ સ્ટાર એચએફએલે રિસિવેબલ મેનેજમેન્ટ સપોર્ટ ઉપરાંત હોમ લોન એપ્લિકેશન્સની એન્ડ-ટુ-એન્ડ પ્રોસેસિંગ માટે કોર લેન્ડિંગ સ્યૂટને સંપૂર્ણપણે લાગુ કર્યું છે.

રેટિંગ્સઃ સ્ટાર એચએફએલ હાલ અને ઈન્ડિયા રેટિંગ્સ દ્વારા BBB / Stableનું રેટિંગ ધરાવે છે.

Operating and Financial Performance

આ ત્રિમાસિક ગાળા દરમિયાન કંપનીની કામગીરી અંગે સ્ટાર એચએફએલના સીઈઓ શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે “સ્ટાર એચએફએલ એસેટ ક્વોલિટી પર ધ્યાન કેન્દ્રિત કરીને આગળ વધવાનું ચાલુ રાખે છે. અમે હવે રૂ. 500 કરોડની એયુએમની સિદ્ધિ હાંસલ કરવાની નજીક છીએ અને આગામી થોડા ત્રિમાસિક ગાળામાં રૂ. 1000 કરોડની એયુએમની આગામી છલાંગ લગાવવા માટે તૈયાર છીએ. બ્રાન્ચ નેટવર્ક હવે 280થી વધુ કર્મચારીઓની સ્ટાફ સંખ્યા સાથે 34 સ્થળો પર મલ્ટી-સ્પેસ સાથે વૈવિધ્યસભર છે અને હાલના તથા નવા ભૌગોલિક વિસ્તારોમાં 50થી વધુ સ્થાનો સુધી વિસ્તરણ કરવાનો લક્ષ્યાંક છે. અમે આગામી થોડા ત્રિમાસિક ગાળામાં હાંસલ કરવા માટે માસિક રૂ. 50 કરોડ સ્થિર માસિક વિતરણના લક્ષ્યને રાખીને, વર્ષ દરમિયાન શાખાના વિસ્તરણમાં રોકાણ કરવાનું ચાલુ રાખીશું. આયોજિત પ્રગતિને પૂરક બનાવવા માટે ટેક્નોલોજીને વિસ્તારવામાં આવી છે. અમે વૃદ્ધિની આવશ્યકતાઓને અનુરૂપ અને તમામ જરૂરી મંજૂરીઓ અને પાલનને આધીન કંપનીના કેપિટલાઇઝેશન લેવલ્સને મજબૂત કરવાનું ચાલુ રાખીશું.”

રિટેલ હાઉસિંગ ફાઇનાન્સના ભાવિ અંગે શ્રી કલ્પેશ દવેએ જણાવ્યું હતું કે “PMAY-Urban 2.0 દ્વારા PMAYના રિલોન્ચથી રૂ. 10 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે જેમાં 3 કરોડ વધારાના ઘરો બાંધવામાં નાણાંકીય મદદ પૂરી પાડવા પર ધ્યાન આપવામાં આવ્યું છે. આ પહેલ પહેલી વખત ઘર ખરીદનારાઓ માટે સારી છે અને સેક્ટરમાં વિકાસને મજબૂત બનાવે છે. સ્ટાર એચએફએલ સ્કીમના અમલીકરણ પછી થનારા ફાયદાનો લાભ લેવા માટે સારી સ્થિતિમાં છે. હાલના અને આયોજન કરેલા નવા વિસ્તારોમાં કામગીરીના વિસ્તારને સરકારની આ પહેલથી વેગ મળશે અને સ્ટાર એચએફએલ આગામી 2-3 વર્ષોમાં ઓછી કિંમતના રેટિલ હાઉસિંગ ફાઇનાન્સના ક્ષેત્રે અગ્રણી કંપની તરીકે ઊભરી આવવા પર સંપૂર્ણ ધ્યાન આપી રહી છે.”

Whatsapp-channel Whatsapp-channel

29 July, 2024 12:38 PM IST | Mumbai | Brand Media

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK