બીજી તરફ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ એન્જિનની નિષ્ફળતાનું કારણ નક્કી કરવા માટે ઘટનાની તપાસ શરૂ કરી છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈથી કલકત્તા જતી સ્પાઇસજેટની ફ્લાઇટના એક એન્જિનમાં ટેક્નિકલ સમસ્યા સર્જાતાં રવિવારે મોડી રાત્રે એનું ઇમર્જન્સી લૅન્ડિંગ કરવાની ફરજ પડી હતી. ૧૭૦થી વધુ મુસાફરોને લઈને ફ્લાઇટ SG670ના પાઇલટે સંપૂર્ણ ઇમર્જન્સી જાહેર કર્યા બાદ રાત્રે લગભગ ૧૧.૩૮ વાગ્યે નેતાજી સુભાષચંદ્ર બોઝ ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પર સુરક્ષિત ઉતરાણ કર્યું હતું. ઍરપોર્ટના અધિકારીઓએ જણાવ્યું હતું કે તમામ મુસાફરો અને ક્રૂ-મેમ્બર્સ સુરક્ષિત છે.
મુંબઈના છત્રપતિ શિવાજી ઇન્ટરનૅશનલ ઍરપોર્ટ પરથી ઊપડેલું વિમાન કલકત્તા નજીક આવી રહ્યું હતું ત્યારે પાઇલટે એના એક એન્જિનમાં ખામી સર્જાઈ હોવાની જાણ કરી હતી. સમસ્યાનો ખ્યાલ આવતાં પાઇલટે તાત્કાલિક ઍરપોર્ટના અધિકારીઓને જાણ કરતાં તાત્કાલિક ઇમર્જન્સી જાહેર કરવામાં આવી હતી અને ઇમર્જન્સી લૅન્ડિંગ માટે રૂટ સાફ કરી દીધો હતો.
ફાયર-એન્જિન, ઍમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમની બનેલી ઍરપોર્ટની ક્વિક રિસ્પૉન્સ ટીમ (QRT)ને લૅન્ડિંગ-સ્થળ પર તહેનાત કરવામાં આવી હતી. વિમાન રાત્રે ૧૧.૨૭ વાગ્યે સુરક્ષિત રીતે ઊતર્યું હતું. રાત્રે ૧૧.૩૮ વાગ્યે ઍરપોર્ટ પરની સંપૂર્ણ કટોકટી હટાવી લેવામાં આવી હતી.
ADVERTISEMENT
બીજી તરફ ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિયેશન (DGCA)એ એન્જિનની નિષ્ફળતાનું કારણ નક્કી કરવા માટે ઘટનાની તપાસ શરૂ કરી છે.


