કન્ટેનર અને કારના જીવલેણ અકસ્માત બાદ પ્રશાસનની આંખ ઊઘડી
પ્રતીકાત્મક તસવીર
૧૩ નવેમ્બરે નવલે બ્રિજ નજીક થયેલા એક ગમખ્વાર અકસ્માતમાં ૮ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યાર બાદ પુણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (PMC)એ અકસ્માતગ્રસ્ત કાત્રજ ટનલ-નવલે બ્રિજ કૉરિડોર પર વધતા અકસ્માતોને પહોંચી વળવા માટે સલામતીનાં નવાં પગલાં લેવાની જાહેરાત કરી છે. છેલ્લાં ૮ વર્ષમાં આ પટ્ટામાં ૨૧૦ અકસ્માતો નોંધાયા છે.
પુણેના મ્યુનિસિપલ કમિશનર નવલ કિશોર રામે કાત્રજ ન્યુ ટનલ અને નવલે બ્રિજ વચ્ચે દર ૫૦૦ મીટરના અંતરે ઉચ્ચ ગુણવત્તાવાળા રમ્બલ સ્ટ્રિપ્સ બેસાડવાનો નિર્ણય લીધો છે જેને પગલે ઢાળ પર વાહનોની ગતિ ધીમી થશે. આ વિસ્તારમાં વારંવાર વધુ પડતી સ્પીડ અને બ્રેક ફેલ થવાના બનાવ બને છે. ૧૩ નવેમ્બરે પણ કન્ટેનર ટ્રકની બ્રેક ફેલ થવાને કારણે અકસ્માત સર્જાયો હતો.


