મુંબઈમાં ગઈ કાલે શિવસેનાની સંસદીય કમિટીની બેઠક મળી હતી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો
શ્રીકાંત શિંદે
કલ્યાણ લોકસભા બેઠક પર ત્રીજી વખત વિજયી થયેલા શિવસેનાના સંસદસભ્ય અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદેના પુત્ર શ્રીકાંત શિંદેની ગઈ કાલે શિવસેનાના લોકસભાના ગટનેતાપદે નિયુક્તિ કરવામાં આવી હતી. મુંબઈમાં ગઈ કાલે શિવસેનાની સંસદીય કમિટીની બેઠક મળી હતી એમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકસભામાં પ્રતોદ તરીકે શિવસેનાના માવળના સંસદસભ્ય શ્રીરંગ બારણેની વરણી પણ આ બેઠકમાં કરવામાં હતી. ઉલ્લેખનીય છે કે ગઈ લોકસભામાં શિવસેનાના ગટનેતા મુંબઈ સાઉથ સેન્ટ્રલ લોકસભા બેઠકના સંસદસભ્ય રાહુલ શેવાળે હતા. આ વખતની ચૂંટણીમાં તેમનો પરાજય થયો હતો એટલે આ પદ પર નવા નેતાની પસંદગી કરવામાં આવી છે.

