જોકે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકો નક્કી કરવા માટે તો માત્ર બે ટકા વોટ જ નિર્ણાયક બન્યા હતા
ફાઇલ તસવીર
લોકસભાની ચૂંટણીમાં રાજ્યમાં ટકાવારી પ્રમાણે સૌથી વધુ ૨૬ ટકા વોટ ભારતીય જનતા પાર્ટીને મળ્યા હતા અને એમ છતાં એેણે માત્ર નવ સીટ પર જ સંતોષ માનવો પડ્યો હતો. જોકે મહાયુતિ અને મહાવિકાસ આઘાડીની બેઠકો નક્કી કરવા માટે તો માત્ર બે ટકા વોટ જ નિર્ણાયક બન્યા હતા.
મહાયુતિના મુખ્ય પક્ષો ભારતીય જનતા પાર્ટીને ૨૬.૧૮ ટકા, શિવસેનાને ૧૨.૯૫ ટકા અને નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (NCP)ને ૩.૦૬ ટકા મત મળ્યા હતા. આમ ૪૨.૧૯ ટકા મત મહાયુતિની તરફેણમાં પડ્યા હતા. મહાવિકાસ આઘાડીના પક્ષો કૉન્ગ્રેસને ૧૬.૯૨ ટકા, નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ને ૧૦.૨૭ ટકા અને શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ
ઠાકરે-UBT)ને ૧૬.૭૨ ટકા વોટ મળ્યા હતા. આમ મહાવિકાસ આઘાડીના પક્ષમાં ૪૩.૯૧ ટકા મત પડ્યા હતા. આમ તેમની વચ્ચેનો ફરક માત્ર ૧.૭૨ ટકા જ રહ્યો હતો.

