મહારાષ્ટ્રમાં શરૂ કરવામાં આવશે ૧૦ દિવસની છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ-ટ્રેન, હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ સમજી શકાય, ઐતિહાસિક સ્થળની માહિતી મેળવી શકાય, કિલ્લા જોઈ શકાય અને ...
દેવેન્દ્ર ફડણવીસ (ફાઈલ તસવીર)
હિન્દવી સ્વરાજના સ્થાપક છત્રપતિ શિવાજી મહારાજનો ઇતિહાસ સમજી શકાય, ઐતિહાસિક સ્થળની માહિતી મેળવી શકાય, કિલ્લા જોઈ શકાય અને રાજ્યની સંસ્કૃતિ સમજી શકાય એ માટે આઇકૉનિક રેલવે-ટૂરની ગઈ કાલે કેન્દ્રીય રેલવેપ્રધાન અશ્વિની વૈષ્ણવ અને મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે જાહેરાત કરી હતી.
મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કહ્યું હતું કે ‘છત્રપતિ શિવાજી મહારાજ સર્કિટ-ટ્રેનના માધ્યમથી રાજ્યનાં ઐતિહાસિક સ્થળોની મુલાકાત કરી શકાશે. સર્કિટ-ટ્રેનની ટૂર ૧૦ દિવસની હશે. છત્રપતિ શિવાજી મહારાજના કિલ્લા અને સાંસ્કૃતિક સ્થળ સુધી રેલવે જશે. મહારાષ્ટ્ર અને મુંબઈનાં રેલવે-સ્ટેશનોના રીડેવલપમેન્ટના કામને રેલવેએ મંજૂરી આપી છે. પહેલા તબક્કામાં રાજ્યભરનાં ૧૩૨ રેલવે-સ્ટેશનોને રીડેવલપ કરવા સહિતનાં વિવિધ કામ કરવા માટે આ વર્ષે ૨૪,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.’

