પક્ષમાં અનેક જ્યેષ્ઠ નેતાઓ હોવા છતાં આ જવાબદારી મને સોંપાઈ છે. આ તકને સફળ બનાવીને ૧૦૦ ટકા સોનું બનાવવાનો હું પ્રયાસ કરીશ.
જયંત પાટીલ
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટી (શરદ પવાર-SP)ના સાત વર્ષ સુધી સ્ટેટ-પ્રેસિડન્ટ રહેલા જયંત પાટીલે તેમના પદ પરથી રાજીનામું આપતાં હવે તેમના સ્થાને શશિકાંત શિંદેની વરણી કરવામાં આવી છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી જયંત પાટીલે રાજીનામું આપ્યાની ચર્ચા ચગડોળે ચડી હતી.
નૅશનલિસ્ટ કૉન્ગ્રેસ પાર્ટીની એક બેઠક ગઈ કાલે મુંબઈમાં પાર પડી હતી જેમાં પક્ષપ્રમુખ શરદ પવાર, જયંત પાટીલ, જિતેન્દ્ર આવ્હાડ, શશિકાંત શિંદે અને અન્ય નેતાઓ હાજર રહ્યા હતા. બેઠકમાં શશિકાંત શિંદેને પક્ષના નવા પ્રદેશાધ્યક્ષની જવાબદારી સોંપવામાં આવી હતી. શશિકાંત શિંદેએ ત્યાર બાદ કહ્યું હતું કે ‘મને આ જવાબદારી સોંપવામાં આવી એ માટે આપ સૌનો આભાર. હું રાજ્યની જનતાને કહેવા માગીશ કે રાજ્યના દરેક પ્રશ્ન અને અન્યાયને વાચા આપવાનું કામ કરીશ. એ જ પ્રમાણે પક્ષ રાજ્યમાં દરેક જગ્યાએ પહોંચે એ માટે કામ કરીશ. પક્ષમાં અનેક જ્યેષ્ઠ નેતાઓ હોવા છતાં આ જવાબદારી મને સોંપાઈ છે. આ તકને સફળ બનાવીને ૧૦૦ ટકા સોનું બનાવવાનો હું પ્રયાસ કરીશ.’

