દીપડો એ વિસ્તારમાં રાત્રે આવ્યો હોવાનું મનાય છે અને સૂર્યોદય થતાં ત્યાંથી નીકળવાના ચક્કરમાં ગભરાટને કારણે આક્રમક થયો હોવાનું કહેવાય છે.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ
ગઈ કાલે નાગપુર શહેરના એક રેસિડેન્શિયલ એરિયામાં દીપડાએ હાહાકાર મચાવ્યો હતો. દીપડાના હુમલામાં પારડી વિસ્તારમાં આવેલા શિવનગરમાં ૭ લોકો ઘાયલ થયા હતા. દીપડાના સમાચારને કારણે સ્થાનિકોમાં ગભરાટ ફેલાયો હતો. ફૉરેસ્ટની ટીમ અલર્ટ મળતાંની સાથે જ સ્પૉટ પર પહોંચી હતી, પણ એને બેહોશ કરીને પકડવાનું ઑપરેશન પડકારજનક રહ્યું હતું અને ચાર કલાક ચાલ્યું હતું. દીપડો એ વિસ્તારમાં રાત્રે આવ્યો હોવાનું મનાય છે અને સૂર્યોદય થતાં ત્યાંથી નીકળવાના ચક્કરમાં ગભરાટને કારણે આક્રમક થયો હોવાનું કહેવાય છે.


