લાંચથી કામ કઢાવવા માગતા લોકોને આગોતરી ચેતવણી આપીને નાગપુરમાં એક ઍડિશનલ કમિશનરે ઑફિસની બહાર તકતી પર લખાવી દીધું...
રાજેશ ખાવલેની કૅબિન બહાર લાગેલ તકતી
નાગપુરના ડિવિઝનલ કમિશનરની ઑફિસમાં રેવન્યુ ડિપાર્ટમેન્ટના ઍડિશનલ કમિશનર રાજેશ ખાવલેની કૅબિન બહાર એક તકતી પર અનોખું લખાણ જોવા મળે છે. તકતીમાં એવું લખેલું છે કે ‘હું મારા પગારથી સંતુષ્ટ છું.’ આ શબ્દોને લીધે લોકલ બ્યુરોક્રસી અને ઍડ્મિનિસ્ટ્રેશનમાં તેમનું નામ અને આ તકતી ચર્ચાનો વિષય બની ગઈ છે.
અમુક ઑફિસર્સે આ વિશે કહ્યું હતું કે ‘ઘણા લોકો ફાઇલોનાં ઝડપી ક્લિયરન્સ માટે લાંચ આપવાનો પ્રયાસ કરે છે, જ્યારે કેટલાક લોકો પ્રેશર બનાવીને કામ કઢાવવાનો પ્રયાસ કરે છે. રાજેશ ખાવલેએ જાહેરમાં આ રીતે એક સ્ટ્રૉન્ગ મેસેજ આપ્યો છે.’
ADVERTISEMENT
ઘણા લોકોએ રાજેશ ખાવલેના આ પગલાને બિરદાવ્યું હતું તો કેટલાક ઑફિસર્સે આને ભ્રષ્ટાચાર વિરુદ્ધની ચેતવણી ગણી હતી.


