Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > ‘લેમ્બોર્ગિની ચલાઈ જાને ઓ’ના સૂર પર સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

‘લેમ્બોર્ગિની ચલાઈ જાને ઓ’ના સૂર પર સંજય રાઉતે સુપ્રિયા સુલે સાથે કર્યો ડાન્સ, વીડિયો થયો વાયરલ

28 November, 2021 08:50 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો


શિવસેનાના સાંસદ સંજય રાઉત, જેઓ હંમેશા પોતાના બેફામ નિવેદનો માટે વિપક્ષની ટીકાઓનો સામનો કરે છે, તેઓ હાલમાં તેમની પુત્રીના લગ્નની તૈયારીમાં વ્યસ્ત છે. સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉતના લગ્ન સોમવારે 29 નવેમ્બરે થશે. સંજય રાઉત ક્યારેક-ક્યારેક રાજકીય નેતાઓને મળી રહ્યા છે અને તેમને લગ્ન માટે આમંત્રણ આપી રહ્યા છે. દરમિયાન દીકરીના લગ્ન પ્રસંગે આયોજિત કોન્સર્ટમાં તેમણે NCP સાંસદ સુપ્રિયા સુલે સાથે સરસ ડાન્સ કર્યો હતો. બંનેના ડાન્સનો વીડિયો વાયરલ થયો છે.




સંજય રાઉતની પુત્રી પૂર્વાશી રાઉત સોમવારે લગ્નના બંધનમાં બંધાવા જય રહી છે. થાણે જિલ્લા કલેક્ટર રાજેશ નાર્વેકરના પુત્ર મલ્હાર સાથે લગ્ન કરી રહી છે.

આ દરમિયાન ઘણા નેતાઓએ પ્રી-વેડિંગ કોન્સર્ટમાં હાજરી આપી હતી. સુપ્રિયા સુલેના કહેવા પર સંજય રાઉતે હાથ પકડીને ડાન્સ કર્યો હતો. આ પ્રસંગે તેમની પત્ની વર્ષા રાઉત પણ હાજર હતી. સુપ્રિયા સુલેના આગ્રહથી તેમણે પણ ડાન્સની મજા માણી હતી.


કોન્સર્ટ રેનેસાં સેવેન સ્ટાર હોટલમાં યોજાયો હતો. આ સમયે સુપ્રિયા સુલેનો પરિવાર પણ હાજર હતો.

Whatsapp-channel Whatsapp-channel

28 November, 2021 08:50 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK