RBIએ જાહેર કર્યું કે ૯૮.૧૮ ટકા નોટો રિટર્ન આવી ગઈ છે
૨૦૦૦ રૂપિયાની નોટ
રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)એ જાહેર કર્યું છે કે ૨૮ ફેબ્રુઆરી ૨૦૨૫ સુધીમાં ૨૦૦૦ રૂપિયાની ૯૮.૧૮ ટકા નોટો બૅન્કિંગ સિસ્ટમમાં પાછી આવી ગઈ છે. RBIએ ૨૦૨૩ની ૧૯ મેએ ૨૦૦૦ રૂપિયાની નોટ પાછી ખેંચી લીધી હતી.
RBIએ જાહેર કર્યું છે કે ૨૦૨૩ની ૧૯મેએ ૩.૫૬ લાખ કરોડ રૂપિયાના મૂલ્યની ૨૦૦૦ રૂપિયાની નોટો સર્ક્યુલેશનમાં હતી અને હવે ૬૪૭૧ કરોડ રૂપિયાની મૂલ્યની નોટો પાછી આવવાની બાકી છે. ૨૦૦૦ રૂપિયાની નોટ RBI અને ઇન્ડિયા પોસ્ટની મળીને કુલ ૧૯ જગ્યાએ હજીયે પાછી લેવામાં આવે છે.


