° °

આજનું ઇ-પેપર
Tuesday, 11 May, 2021


એક વાહને ઉડાડ્યો ને બીજાએ કચડી નાખ્યો

31 December, 2012 05:20 AM IST |

એક વાહને ઉડાડ્યો ને બીજાએ કચડી નાખ્યો

એક વાહને ઉડાડ્યો ને બીજાએ કચડી નાખ્યોવાશીના ૩૬ વર્ષના ટ્રાવેલ-એજન્ટ પરાગ રજનીકાંત શેઠના ગુરુવારે મોડી રાતે રોડ-અકસ્માતમાં થયેલા મોત માટે જવાબદાર ટેમ્પો-ડ્રાઇવર ૩૪ વર્ષનો સુખદેવ પાસવાન ઍક્સિડન્ટ પછી ભાગી ગયો હતો, પરંતુ વાશી પોલીસે નાકાબંધી કરીને ટેમ્પોના બોનેટ પર લાગેલા લોહીના ડાઘથી સુખદેવની ધરપકડ કરી હતી. સુખદેવ અત્યારે નવી મુંબઈની તળોજા જેલમાં છે.

ગુરુવારે રાતે નવી મુંબઈના ખાડી પુલ પર ખૂબ અંધારું હતું. એ વખતે ઘાટકોપરથી ઉઘરાણી કરીને રાતે દોઢ વાગ્યે મોટરબાઇક પર હેલ્મેટ પર્હેયા વગર વાશીના સેક્ટર નંબર-૨૯માં આવેલા તેના ઘરે જઈ રહેલા પરાગને પાછળથી આવી રહેલા ટેમ્પોએ ઉડાડતાં તે હવામાં ઊછળીને મુંબઈ તરફ જતા રોડ પર પટકાયો હતો. એ વખતે ત્યાંથી પસાર થઈ રહેલું બીજું વાહન પરાગ પર ફરી વળતાં પરાગના શરીરનો ખુરદો બોલી ગયો હતો અને તે ઘટનાસ્થળે જ મૃત્યુ પામ્યો હતો.

ટેમ્પો-ડ્રાઇવર સુખદેવ પરાગનો ઍક્સિડન્ટ કરીને ભાગી છૂટ્યો હતો, પરંતુ એ વખતે આ ઘટના જોનાર એક વ્યક્તિએ તાત્કાલિક આ બાબતની જાણ પોલીસને કરી હતી. પોલીસે એક પળનોય વિલંબ કર્યા વિના ટ્રાફિક-પોલીસની મદદથી ચારે બાજુ નાકાબંધી કરી હતી. જોકે પોલીસ પાસે ટેમ્પોનો નંબર ન હોવાથી ટેમ્પોને ઓળખવો મુશ્કેલ હતો, પરંતુ ટેમ્પોના બોનેટ પર લાગેલા લોહીના ડાઘથી પોલીસે ટેમ્પોને ઓળખી લીધો હતો અને સુખદેવ પર હિટ ઍન્ડ રનનો કેસ નોંધીને ટેમ્પો સાથે તેની ધરપકડ કરી હતી.

વાશી પોલીસ-સ્ટેશનના આ ઘટનાના તપાસ-અધિકારી અરુણ સુગાવકરે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘પરાગ શેઠના અકસ્માતની ઇન્ફર્મેશન તાત્કાલિક મળી જતાં અમે તરત જ નાકાબંધી કરીને ટેમ્પોને પકડી શક્યા હતા. ટેમ્પોના નંબર વગર ટેમ્પોને પકડવામાં કદાચ અમને મુશ્કેલી પડી હોત, પરંતુ ટેમ્પો પર લાગેલા લોહીના ડાઘે અમને ટેમ્પોને પકડવામાં મદદ કરી હતી.’

નવી મુંબઈના વાશીમાં પત્ની અને છ વર્ષના પુત્ર સાથે રહેતા દશા સોરઠિયા વણિક જ્ઞાતિના સૉફ્ટવેર એન્જિનિયર પરાગ શેઠનાં માતા-પિતા વિદ્યાવિહાર રહે છે. વાશીમાં પરાગ ટ્રાવેલ-એજન્સી ચલાવે છે. ગુરુવારે રાતે દોઢ વાગ્યે તે મોટરબાઇક પર ઘાટકોપરથી વાશી તરફ  જઈ રહ્યો હતો ત્યારે ટેમ્પોએ તેને ઉડાડી મૂક્યો હતો. ટેમ્પોએ ઉડાડ્યા બાદ વિરુદ્ધ દિશામાંથી ફુલસ્પીડમાં જઈ રહેલા વાહન નીચે પરાગ આવી જતાં તેના શરીરના ત્રણ ટુકડા થઈ ગયા હતા અને તેનો ચહેરો છૂંદાઈ ગયો હતો.

31 December, 2012 05:20 AM IST |

અન્ય લેખો

મુંબઈ સમાચાર

Maharashtra: વેક્સિનની અછતને કારણે 18-44ની વયના લોકોનું રસીકરણ સ્થગિત-રાજેશ તોપે

મહારાષ્ટ્રમાં વેક્સીનની અછતને જોતાં આગામી સમયમાં આ વાતની શક્યતા દર્શાવવામાં આવી છે કે 18થી 44 વર્ષના લોકો માટે વેક્સીનેશનની પ્રક્રિયાને અમુક સમય માટે અટકાવી દેવામાં આવે.

11 May, 2021 04:18 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

હાઉસિંગ સોસાયટી અને કંપનીઓમાં રસીકરણ માટે પાલિકાએ બનાવ્યા છે આ નિયમો

કંપનીઓ અને હાઉસિંગ સોસાયટીઓ કોરોના રસીકરણ માટે ખાનગી હૉસ્પિટલ સાથે ટાઈ-અપ કરી શકે છે

11 May, 2021 03:29 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
મુંબઈ સમાચાર

શિવસેનાએ ઉદ્ધવ ઠાકરેને કહ્યા મહારાષ્ટ્રના `ફેમિલી ડૉક્ટર`, જાણો વધુ

શિવસેનાએ પોતાના મુખપત્ર `સામના`માં છપાયેલા સંપાદકીયમાં કહ્યું કે રાજ્ય સરકાર કોવિડ-19ની ત્રીજી લહેરથી લડવાની તૈયારી કરી રહી છે, જેમાં બાળકોને સર્વાધિક પ્રભાવિત થવાની શંકા છે.

11 May, 2021 03:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK