પુણેની મહિલાઓએ તેમના પતિના જીવ બચાવવા કરેલો આ પ્રયાસ જોકે સફળ ન થયો
પ્રતીકાત્મક તસવીર
પહલગામના આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા કૌસ્તુભ ગણબોટેની પત્ની સંગીતા ગણબોટેએ એ ક્રૂર ઘટનાને યાદ કરતાં આંખમાં આંસુ સાથે કહ્યું હતું કે ‘આતંકવાદીઓ બધાને કલમા પઢવા કહી રહ્યા હતા. એ જોઈને અમારા ગ્રુપની બધી જ મહિલાઓએ તેમના કપાળ પર લગાડેલી સુહાગની નિશાની સમો ચાંલ્લો કાઢી નાખ્યો હતો અને અલ્લાહુ અકબરનું રટણ ચાલુ કરી દીધું હતું. એમ છતાં તેમણે અમારા પતિને મારી નાખ્યા. એક સ્થાનિક યુવાન જે મુસ્લિમ હતો તેણે એ લોકોને કહ્યું પણ ખરું કે તમે શા માટે નિર્દોષ ટૂરિસ્ટોને મારી રહ્યા છો? તેને પણ પૅન્ટ ઉતારવા કહ્યું હતું અને પછી તેને પણ ગોળી મારી દીધી હતી.’

