પુના (Pune)માં આરોપી પતિએ તેની પત્ની અને પુત્રને માથાની આસપાસ પ્લાસ્ટિકની પોલીથીન લપેટીને હત્યા કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
ગતરોજ એટલે બુધવારે પુણે(Pune)માં એક આઈટી એન્જિનિયરે તેની પત્ની અને 8 વર્ષના પુત્રની હત્યા કર્યા બાદ આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક માહિતી અનુસાર, આરોપી પતિએ તેની પત્ની અને પુત્રને માથાની આસપાસ પ્લાસ્ટિકની પોલીથીન લપેટીને હત્યા કરી હતી. જ્યાં સુધી બંનેના શ્વાસ બંધ ન થયા ત્યાં સુધી આરોપીઓએ તેમના બંનેના માથા પર પ્લાસ્ટિકની પોલીથીન બાંધી રાખી હતી. બંનેની હત્યા કર્યા બાદ તેણે આત્મહત્યા કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં આર્થિક સંકડામણનો મામલો સામે આવ્યો છે.
44 વર્ષીય સોફ્ટવેર એન્જિનિયર, તેની પત્ની અને તેમનો આઠ વર્ષનો પુત્ર બુધવારે પુણે શહેરના ઔંધ વિસ્તારમાં તેમના ફ્લેટમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા. ચતુશ્રૃંગી પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યું કે એવું લાગે છે કે વ્યક્તિએ પહેલા તેની પત્ની અને પુત્રની હત્યા કરી અને પછી ફાંસી લગાવી દીધી. તેમણે જણાવ્યું કે મૃતકોની ઓળખ સુદીપ્તો ગાંગુલી, તેમની પત્ની પ્રિયંકા અને પુત્રની ઓળખ તનિષ્ક તરીકે થઈ છે.
ADVERTISEMENT
આ પણ વાંચો: ડેડ-બૉડીની દુર્ગંધને ડામી દેવા પરફ્યુમની ૨૦૦ બૉટલ રાખી હતી
પોલીસ અધિકારીએ જણાવ્યું કે સ્થળ પરથી કોઈ સુસાઈડ નોટ મળી નથી. તેણે કહ્યું કે સુદીપ્તોએ સોફ્ટવેર કંપનીમાં નોકરી છોડી દીધી હતી અને પોતાનો બિઝનેસ શરૂ કર્યો હતો. પોલીસે જણાવ્યું કે મામલાની તપાસ કરવામાં આવી રહી છે.

