૧૪ દિવસ યુદ્ધને થઈ ગયા છે એ પછી પણ હુમલાનો ભય દુબઈ પરથી ટળ્યો નથી
સોશ્યલ મીડિયા યુઝરે વિડિયો શૅર કર્યો હતો
ઈરાને અમેરિકાને મદદ કરતા તમામ દેશો પર હુમલા ચાલુ રાખ્યા છે. એના ભાગ રૂપે ઈરાને ગઈ કાલે પણ દુબઈ, કતર, બાહરિન અને કુવૈતમાં ડ્રોન છોડ્યાં હતાં. ગઈ કાલે ફરી એક વાર સવારે દુબઈના શેખ ઝાયદ રોડ પર સાઇરનના અવાજો જોરથી સંભળાવા લાગ્યા હતા. એ વિશે એક સોશ્યલ મીડિયા યુઝરે વિડિયો શૅર કરીને લખ્યું હતું કે ‘દુબઈના ઇન્ટરનૅશનલ સેન્ટર પર મારા બિલ્ડિંગની બાજુમાં એક ધમાકો થયો.’
૧૪ દિવસ યુદ્ધને થઈ ગયા છે એ પછી પણ હુમલાનો ભય દુબઈ પરથી ટળ્યો નથી. જોકે દુબઈનાં સૂત્રોએ ગઈ કાલે જાહેર કર્યું હતું કે ઈરાને ડ્રોનથી હુમલો કર્યો હતો, પરંતુ એને સફળતાપૂર્વક તોડી પડાયું હતું. જોકે એ ડ્રોન તૂટ્યા પછી જે બિલ્ડિંગ પર પડ્યું એને કારણે ધમાકો થયો હતો.
