Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મલાડની પ્રતિષ્ઠિત કૉલેજમાં વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વાત કરવાની મનાઈ ફરમાવાઈ

મલાડની પ્રતિષ્ઠિત કૉલેજમાં વિદ્યાર્થીઓને ગુજરાતીમાં વાત કરવાની મનાઈ ફરમાવાઈ

16 November, 2022 02:58 PM IST | Mumbai
Karan Negandhi | karan.negandhi@mid-day.com

જો તેઓ માતૃભાષામાં વાત કરશે તો તેમણે ૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે તેવી ચીમકી પણ આપી

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક

પ્રતીકાત્મક તસવીર. તસવીર/આઈસ્ટોક


દેશની નવી શિક્ષણ નીતિની જ્યારે બાળકોને માતૃભાષાના માધ્યમમાં ભણાવવાનો આગ્રહ કરે છે, ત્યારે હજી લોકોને અંગ્રેજી ભાષાનું ઘેલું છૂટ્યું નથી. તમે સાંભળ્યું હશે કે ઘણી ઇન્ટરનેશનલ સ્કૂલો બાળકોને અંગ્રેજીમાં બોલવાનું દબાણ કરે છે અને જો બાળક માતૃભાષામાં વાત કરે તો ફાઇન ભરવાનો વારો આવે છે. હવે આવી જ ઘટના મલાડ (Malad)ની જાણીતી કૉલેજમાંથી સામે આવી છે.

મલાડની એક જાણીતી કૉલેજમાં આજે સવારે વિદ્યાર્થીઓને એક પ્રોફેસરે ગુજરાતીમાં વાત કરતાં અટકાવ્યા હતા અને હવે જો તેઓ ગુજરાતીમાં વાત કરશે તો તેમણે ૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે તેવી ચીમકી પણ આપી હતી. જોકે વિદ્યાર્થીઓએ સાથે આવી આ વાતનો વિરોધ નોંધાવ્યો હતો. ડિગ્રીના ક્લાસમાં આ ઘટના બની હતી.



તે સમયે ક્લાસમાં હાજર એક વિદ્યાર્થીએ નામ ન જણાવવાની શરતે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમને જણાવ્યું કે “આજે લેક્ચર સમયે પ્રોફેસરે અમને ગ્રુપમાં એક દાખલો ઉકેલવા આપ્યો હતો. અમે જ્યારે તેને ઉકેલવા માટે ગુજરાતીમાં વાતચીત કરતાં હતાં, ત્યારે પ્રોફેસરે અમને ગુજરાતીમાં બોલવાની ઘસીને ના પાડી દીધી હતી અને કહ્યું કે હવે જો ગુજરાતીમાં વાતચીત કરીશું તો ૫૦ રૂપિયાનો દંડ ભરવો પડશે.”


વિદ્યાર્થીએ ઉમેર્યું કે “ક્લાસના વિદ્યાર્થીઓએ આ ફતવાનો વિરોધ કર્યો હતો. ઉપરાંત અંગ્રેજી માધ્યમમાં ભણેલા વિદ્યાર્થીઓએ પણ આ બાબતે વાંધો ઉઠાવ્યો હતો. સારી બાબત એ રહી કે આ મામલો તુરંત જ શાંત થઈ ગયો હતો.”

ઉલ્લેખનીય છે કે કૉલેજમાં આ પ્રકારની પ્રથમ ઘટના હોવાનું જણાય છે. અગાઉ વિદ્યાર્થીઓ સાથે આવું કંઈક બન્યું હોય તેવું સામે આવ્યું નથી.


આ પણ વાંચો: હત્યા પછી પણ હવસ?

Whatsapp-channel Whatsapp-channel

16 November, 2022 02:58 PM IST | Mumbai | Karan Negandhi

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK