આ લોકોએ મે ૨૦૨૨થી માર્ચ ૨૦૨૪માં ક્રિપ્ટોકરન્સીની સ્કીમ હેઠળ લાલચ આપીને રોકાણકારોના પૈસા લઈને પાછા આપ્યા નથી
મુંબઈ પોલીસની ફાઇલ તસવીર
થાણેના ૪૧ વર્ષના મોબાઇલ રિપેર કરનાર ટેક્નિશ્યન સહિત અન્ય રોકાણકારો સાથે ક્રિપ્ટોકરન્સીના નામે ૨૬ લાખ રૂપિયાની છેતરપિંડી કરવા માટે થાણે પોલીસે ૨૦ લોકો સામે ફરિયાદ નોંધી છે. આ લોકોએ મે ૨૦૨૨થી માર્ચ ૨૦૨૪માં ક્રિપ્ટોકરન્સીની સ્કીમ હેઠળ લાલચ આપીને રોકાણકારોના પૈસા લઈને પાછા આપ્યા નથી. તેમણે રોકાણકારોને બારથી ૧૫ મહિનામાં પૈસાનું વળતર આપવાનું કહ્યું હતું. જોકે આરોપીઓએ વળતર તો ન આપ્યું, પણ તેમને મળવાનું કે ફોન ઉપાડવાનું પણ બંધ કરી દીધું હતું. આથી રોકાણકારોની ફરિયાદને પગલે પોલીસે ભારતીય ન્યાય સંહિતા અને મહારાષ્ટ્ર પ્રોટેક્શન ઑફ ઇન્ટરેસ્ટ ઑફ ડિપોઝિટર્સ ઍક્ટ, ૧૯૯૯ હેઠળ કેસ નોંધ્યો હતો. જોકે હજી સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.