અંબાણી ફૅમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફ્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
અનંત-રાધિકાનાં લગ્નમાં હાજરી આપશે વડા પ્રધાન નરેન્દ્ર મોદી
મુકેશ અંબાણીના દીકરા અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટનાં લગ્નમાં પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી પણ હાજરી આપવાના છે. આ લગ્નમાં દુનિયાભરના લોકોને આમંત્રણ આપવામાં આવ્યું છે. ભારતની જ નહીં, દુનિયાની મોટી-મોટી હસ્તીઓ આ લગ્નમાં હાજરી આપશે. એવું કહેવાઈ રહ્યું છે કે નરેન્દ્ર મોદીની ટીમ તરફથી કન્ફર્મેશન આવી ગયું છે કે તેઓ લગ્નમાં હાજર રહેશે, પરંતુ કેટલો સમય તેઓ રોકાશે એ જાહેર કરવામાં નથી આવ્યું. વેન્યુમાં તેમની હાજરીને લઈને સિક્યૉરિટી પર પણ ફોકસ કરવામાં આવી રહ્યું છે. અંબાણી ફૅમિલી દ્વારા લગ્નના આમંત્રણમાં વિવિધ ગિફ્ટ્સનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કેટલાક લોકોને ગોલ્ડ અથવા સિલ્વર કૉઇન મોકલવામાં આવ્યા હતા, તો કેટલાક લોકોને ડાયમન્ડ જ્વેલરીની ગિફ્ટ મોકલવામાં આવી હતી.


