Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી મુંબઇ આવનારા પ્રવાસીઓને મળી ક્વૉરન્ટાઇનમાં છૂટ

Mumbai: આંતરરાષ્ટ્રીય ફ્લાઇટથી મુંબઇ આવનારા પ્રવાસીઓને મળી ક્વૉરન્ટાઇનમાં છૂટ

15 June, 2021 12:41 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ઍર ઇન્ડિયા એક્સપ્રેસના એક ટ્વીટના માધ્યમે આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટ પ્રમાણે આ પ્રવાસીઓને પોતાનું વૅક્સિન સર્ટિફિકેટ અને એક સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મ બન્ને સાથે રાખવાના રહેશે અને માગવા પર બતાવવાના રહેશે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


વિદેશમાંથી મુંબઇ આવતા પ્રવાસીઓને હવે સંસ્થાગત સંગરોધ (Institutional Quarantine)માં રહેવું ફરજિયાત નહીં હોય. આંતરરાષ્ટ્રીય ફલાઇટથી મુંબઇ પહોંચનારા પ્રવાસીઓને જો કોવિડ વૅક્સિનના બન્ને ડૉઝ લીધા છે તો તે ઇન્સ્ટીટ્યૂશનલ ક્વૉરન્ટાઇનમાં ન રહેવાની માહ કરી શકે છે. જણાવવાનું કે ઍર ઇન્ડિયા એક્સપ્રેસના એક ટ્વીટના માધ્યમે આ માહિતી આપવામાં આવી છે. ટ્વીટ પ્રમાણે આ પ્રવાસીઓને પોતાનું વૅક્સિન સર્ટિફિકેટ અને એક સેલ્ફ ડિક્લેરેશન ફૉર્મ બન્ને સાથે રાખવાના રહેશે અને માગવા પર બતાવવાના રહેશે.

નોંધનીય છે કે હાલ, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે રાજ્યોને લખ્યું હતું કે ઓલમ્પિક માટે જનારા એથલીટો અને શિક્ષણ માટે વિદેશ યાત્રાની જરૂરિયાત ધરાવતા વિદ્યાર્થીઓ સહિત કેટલાક વિશિષ્ટ શ્રેણીમાં આવતા લોકોને પહેલા ડૉઝથી નિર્ધારિત 12-16 અઠવાડિયાના અંતરાળથી કોવિસીલ્ડનો બીજો ડૉઝ પ્રાપ્ત કરવામાં છૂટ આપવામાં આવે. સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું કે તેને આ પ્રકારની છૂટ માટે પ્રતિનિધિત્વ મળ્યું હતું અને તેથી રાજ્યોને કોવિડ-19 વૅક્સિનનો બીજો ડૉઝ આપવા માટે એસઓપી (Standard Operating Procedure)ની માહિતી આપી.



છેલ્લા કેટલાક દિવસો પહેલા રાજ્યસભા સાંસદ પ્રિયંકા ચતુર્વેદી (Priyanka Chaturvedi)એ સ્વાસ્થ્ય સચિવ રાજેશ ભૂષણ (Rajesh Bhushan)ને પત્ર લખીને અપીલ કરી હતી કે વિદેશ યાત્રા માટે જનારા વિદ્યાર્થીઓને કોવિશીલ્ડ વૅક્સિનના બે ડૉઝના 12-16 અઠવાડિયાના ફરજિયાત અંતરને ઘટાડવામાં આવે. પ્રિયંકા ચતુર્વેદીનું કહેવું હતું કે મહારાષ્ટ્રથી ભણવા માટે વિદેશ જનારા વિદ્યાર્થીઓ માટે વૅક્સીનેશન શરૂ થઈ ગયું છે પણ ICMR દ્વારા 12-15 અઠવાડિયાના ફરજિયાત અંતરને કારણે બીજા ડૉઝને લઈને શંકા જળવાયેલી છે. સ્વાસ્થ્ય સચિવને પત્ર લખીને આ અંતરને ઓછું કરવાની માગ કરવામાં આવી છે.


Whatsapp-channel Whatsapp-channel

15 June, 2021 12:41 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK