Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈથી કાલિકટ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અધવચ્ચેથી પરત આવ્યું વિમાન

મુંબઈથી કાલિકટ જતી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં સર્જાઈ ટેક્નિકલ ખામી, અધવચ્ચેથી પરત આવ્યું વિમાન

20 November, 2022 02:23 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

3 કલાકથી વધુનો વિલંબ થયો હતો

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


મુંબઈથી કાલિકટ જઈ રહેલી એર ઈન્ડિયા (Air India)ની ફ્લાઈટને રૂટ પરથી પરત બોલાવવામાં આવી છે. વાસ્તવમાં, ટેક ઑફ થયાના થોડા સમય બાદ જ એરક્રાફ્ટના એન્જિનમાં ટેક્નિકલ સમસ્યા આવી સર્જાઈ હતી. આ પછી પાયલટે વિમાન પરત કરવાનો નિર્ણય લીધો. મળતી માહિતી મુજબ, વિમાને સવારે 6.15 વાગ્યે ઉડાન ભરી હતી. 10 મિનિટ પછી જ વિમાનને પાછું બોલાવવામાં આવ્યું હતું. એર ઈન્ડિયાના એક અધિકારીએ જણાવ્યું હતું કે “ફ્લાઇટ (AI 581) ટેક્નિકલ સમસ્યાના કારણે પુશબેક થયાની થોડીવાર પછી પાછી ફરી હતી.”

અધિકારીએ જણાવ્યું કે આ ફ્લાઈટ મુંબઈથી કાલિકટ જઈ રહી હતી. ફ્લાઇટમાં 110થી વધુ મુસાફરો હતા. સંપૂર્ણ પરીક્ષણ બાદ, વિમાન હવે ટેકઑફ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. જોકે, 3 કલાકથી વધુનો વિલંબ થયો હતો. એર ઈન્ડિયાના પ્રવક્તાએ આ ઘટના પર કહ્યું, “અમે સલામતીના મુદ્દાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીએ છીએ, તેથી વિમાનને પરત બોલાવવામાં આવ્યું અને સંપૂર્ણ તપાસ કરવામાં આવી.”


આ પણ વાંચો: જંગલમાં ફેંકેલાં શ્રદ્ધાના શરીરનાં હાડકાં મળી આવ્યાં


20 November, 2022 02:23 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK