બોટના એન્જિનમાં કોઈ ખામી આવતાં બોટ આગળ નહોતી વધી, પણ શક્તિ અને પાણીના પ્રવાહ સાથે વહીને નદીના છીછરા ભાગમાં ખોટકાઈ ગઈ હતી.
પ્રતીકાત્મક તસવીર
પાલઘર જિલ્લાના માસવણ વિસ્તારમાંથી પસાર થતી સૂર્યા નદીમાં એક હાઉસબોટ ખોટકાઈ ગઈ હતી. નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ફોર્સ (NDRF) અને ફાયર-બ્રિગેડની ટીમે ઘટનાસ્થળે પહોંચીને હાઉસબોટમાં સવાર તમામ લોકોને સુરક્ષિત બહાર કાઢ્યા હતા. આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નહોતી. ઘટનાસ્થળે હાજર ફાયર-બ્રિગેડના એક અધિકારીએ જણાવ્યું હતું કે ‘બોટના એન્જિનમાં કોઈ ખામી આવતાં બોટ આગળ નહોતી વધી, પણ શક્તિ અને પાણીના પ્રવાહ સાથે વહીને નદીના છીછરા ભાગમાં ખોટકાઈ ગઈ હતી. ફરિયાદ મળતાં જ સ્થાનિક ફાયર-બ્રિગેડ અને NDRFની ટીમે ઘટનાસ્થળે પહોંચીને બચાવકાર્ય શરૂ કર્યું હતું.’


