Pahalgam Terror: એકનાથ શિંદેએ પીડિતોના પરિવારની મુલાકાત લઈ, તેમની દુઃખદ કથાઓ અને વિટંબણાઓ સાંભળી હતી
મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે રવિવારે ડોમ્બિવલીમાં પહલગામ આતંકવાદી હુમલાના પીડિતોમાંના એકના પરિવાર સાથે મુલાકાત કરી હતી.
Pahalgam Terror: તાજેતરમાં જ પહલગામમાં થયેલા ભયાવહ આતંકી હુમલામાં ૨૬ પ્રવાસીઓ માર્યા ગયા હતા. જેમાં મહારાષ્ટ્રના પણ કેટલાંક પ્રવાસીઓનો સમાવેશ થાય છે. ગઇકાલે રવિવારે મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ પહલગામ આતંકવાદી હુમલામાં જીવ ગુમાવનારા થાણે જિલ્લાના ત્રણ લોકોના પરિવારની મુલાકાત લીધી હતી તેમ જ તેઓને તમામ શક્ય હોય તેટલી મદદ કરવામાં આવશે એની ખાતરી આપી હતી.
પ્રાપ્ત માહિતી અનુસાર એકનાથ શિંદે કે જે શિવસેનાના વડા પણ છે તેમણે સંજય લેલે, હેમંત જોશી અને અતુલ મોનેના શોકગ્રસ્ત પરિવારોની મુલાકાત લીધી હતી. જેઓ મંગળવારે જમ્મુ-કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં પહલગામ આતંકવાદી હુમલામાં માર્યા ગયેલા 26 લોકોમાં સામેલ હતા. જે જે લોકો માર્યા ગયા છે તે મોટાભાગના પ્રવાસીઓ હતા.
ADVERTISEMENT
Pahalgam Terror: એકનાથ શિંદેએ પીડિતોના પરિવારોની મુલાકાત લઈ, તેમની દુઃખદ કથાઓ અને વિટંબણાઓ સાંભળી હતી. આ સાથે જ તેઓએ આ કરુણ પ્રસંગે દુઃખની લાગણી વ્યક્ત કરતાં આ પરિવારને સધિયારો આપ્યો હતો.
"આ પરિવારના ત્રણેય કમનાર સભ્યો આ ક્રૂર કૃત્યમાં આપણે ગુમાવ્યા છે.તે એક અત્યંત પીડાદાયક ઘટના છે" એમ તેઓએ આ પરિવારની મુલાકાત બાદ મીડિયા સાથે વાત કરતી વખતે કહ્યું હતું.
નાયબ મુખ્યમંત્રીની મુલાકાત દરમિયાન તેમના પુત્ર અને કલ્યાણથી લોકસભા સાંસદ શ્રીકાંત શિંદે તેમજ શિવસેનાના અન્ય અનેક નેતાઓ તેમની સાથે હાજર રહ્યા હતા.
"પરિવારના એક સભ્યની તેના જ પ્રિયજનની સામે હત્યા કરવામાં આવી હતી. આવી ક્રૂરતા (Pahalgam Terror) અક્ષમ્ય છે" તેમ નાયબ મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ સાથે તેઓએ જણાવ્યું હતું કે મહારાષ્ટ્ર સરકાર અને શિવસેના પક્ષ ત્રણેય પરિવારોને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.
એકનાથ શિંદેએ ખાતરી આપી હતી કે, "અમે આ પરિવારોના બાળકો અને આશ્રિતો માટે શિક્ષણ, રોજગાર અને કલ્યાણની બાબતોમાં સંપૂર્ણ સહકાર સુનિશ્ચિત કરીશું", તેમણે ઉમેર્યું હતું કે, મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ ત્રણ પીડિતોના પરિવારો સાથે પણ મળ્યા હતા અને તેમની સંવેદના વ્યક્ત કરી હતી અને તમામ શક્ય સહાયની ખાતરી આપી હતી. આ પીડિત પરિવારો પ્રત્યે સહાનુભૂતિ દર્શાવતાં એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, "આ પરિવારો અમારા પોતાના જેવા છે. અમે સુનિશ્ચિત કરીશું કે તેમની કોઈ પણ જરૂરિયાત પૂરી ન થાય”
આ દરમિયાન શ્રીકાંત શિંદેએ વડા પ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કેન્દ્રના વલણનો ઉલ્લેખ કરતા કહ્યું કે ભારત પાકિસ્તાન જે ભાષા સમજે છે તે ભાષામાં જવાબ (Pahalgam Terror) આપવા તૈયાર છે.
તેમણે ઉમેર્યું હતું કે, છ વર્ષ પહેલાં કલમ 370 નાબૂદ કરવામાં આવી ત્યારથી, કાશ્મીરે સ્થિરતા અને વિકાસના સંકેતો દર્શાવ્યા હતા, પરંતુ કેટલીક વિનાશક શક્તિઓ આ પ્રગતિથી નાખુશ હતી. તેમણે કહ્યું, "આ હુમલો શાંતિ ભંગ કરવાનો એક ભયાવહ પ્રયાસ હતો, પરંતુ જવાબદારોને કડક સજાનો સામનો કરવો પડશે.”

