મહારાષ્ટ્ર બોર્ડમાં પૂછવામાં આવતા સવાલો અન્ય બોર્ડ કરતાં હાર્ડ હોય છે
ફાઇલ તસવીર
મહારાષ્ટ્રમાં SSC (સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ) અને HSC (હાયર સેકન્ડરી સ્કૂલ સર્ટિફિકેટ) બોર્ડમાં પૂછવામાં આવતા ૫૪ ટકા પ્રશ્નો હાર્ડ હોય છે એવું એક સ્ટડીમાં બહાર આવ્યું છે. નૅશનલ કાઉન્સિલ ઑફ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેઇનિંગ (NCERT)ના નેજા હેઠળ સ્થાપવામાં આવેલી પર્ફોર્મન્સ અસેસમેન્ટ, રિવ્યુ ઍન્ડ ઍનૅલિસિસ ઑફ નૉલેજ ફૉર હોલિસ્ટિક ડેવલપમેન્ટ (PARAKH-પરખ) નામની એજન્સીએ ૨૦૧૮થી ૨૦૨૨ વચ્ચે ૧૬ રાજ્યોનાં સ્ટેટ બોર્ડ દ્વારા લેવામાં આવેલી દસમા ધોરણની ૧૦ પરીક્ષાના ૧૮,૦૦૦ પ્રશ્નો ચકાસ્યા બાદ આમ જણાવ્યું હતું.
એમાં જણાવવામાં આવ્યા અનુસાર મહારાષ્ટ્રમાં ૫૪ ટકા પ્રશ્નો હાર્ડ હોય છે અને ૩૦ ટકા મીડિયમ, જ્યારે ૧૬ ટકા પ્રશ્નો સહેલા હોય છે. ૪૬ ટકા સવાલોના જવાબ ટૂંકમાં અને ૩૬ ટકા સવાલોના જવાબ લંબાણપૂર્વક આપવાના હોય છે. રાજ્યમાં મલ્ટિપલ ચૉઇસ ક્વેશ્ચન્સ (MCQ) પૂછવામાં આવતા નથી.
ADVERTISEMENT
ત્રિપુરામાં ૬૭ ટકા પ્રશ્નો હાર્ડ હોય છે, પણ ૩૩ ટકા સવાલો MCQ હોવાથી ઈઝી હોય છે. બીજી તરફ ઓડિશામાં ૬૩ ટકા સવાલો MCQ હોય છે, જ્યારે ૩૧ ટકા સવાલોના જવાબ લંબાણપૂર્વક આપવાના હોય છે.
CISCE (ધ કાઉન્સિલ ફૉર ધી ઇન્ડિયન સ્કૂલ સર્ટિફિકેટ એક્ઝામિનેશન)માં ૬૪ ટકા સવાલ શૉર્ટ આન્સર લખવાની સુવિધાવાળા હોય છે અને એમાંય ૫૮ ટકા સવાલો મીડિયમ ડિફિકલ્ટીવાળા હોય છે.
મહારાષ્ટ્ર બોર્ડમાં પૂછવામાં આવતા સવાલો અન્ય બોર્ડ કરતાં હાર્ડ હોય છે, પણ નબળા સ્ટુડન્ટ્સ પણ ૩૫થી ૪૦ ટકા માર્ક તો આસાનીથી લાવી શકે એવા હોવાનું પ્રિન્સિપાલો જણાવે છે.
કોવિડ-19 બાદ ઑનલાઇન શિક્ષણને કારણે બોર્ડની પરીક્ષામાં સવાલો હળવા પ્રકારના પુછાય છે.

