ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે તેમ જ સરકારી એજન્સીઓએ ખરીદેલા સોયાબીનના પૈસા હજી ખેડૂતોને મળ્યા નથી એ મુદ્દો ઉઠાવીને વિરોધ પક્ષે ચાલુ સત્રમાંથી વૉકઆઉટ કર્યું હતું.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
મહારાષ્ટ્ર વિધાનસભાના ચાલુ સત્રમાંથી બુધવારે વિરોધ પક્ષોએ બે વાર વૉકઆઉટ કર્યું હતું. ખેડૂતોની આત્મહત્યાના મુદ્દે તેમ જ સરકારી એજન્સીઓએ ખરીદેલા સોયાબીનના પૈસા હજી ખેડૂતોને મળ્યા નથી એ મુદ્દો ઉઠાવીને વિરોધ પક્ષે ચાલુ સત્રમાંથી વૉકઆઉટ કર્યું હતું.
આ વર્ષના પહેલા ૩ મહિનામાં જ રાજ્યના ૭૬૭ ખેડૂતોએ આત્મહત્યા કરી હોવાનું કૉન્ગ્રેસના નેતા વિજય વડેટ્ટીવારે જણાવ્યું હતું. શક્તિપીઠ એક્સપ્રેસવે માટે ૨૦,૦૦૦ કરોડ રૂપિયાની ફાળવણી કરનાર સરકારની પ્રાથમિકતા પર સવાલ ઊભો કરતાં વિજય વડેટ્ટીવારે કહ્યું હતું કે ‘રોજ ખેડૂતો આત્મહત્યા કરે છે, પણ સરકારને ફરક પડતો નથી. જાન્યુઆરીથી માર્ચ મહિના સુધીમાં ૭૬૭ ખેડૂતોએ આત્મહત્યા કરી છે. એમાંથી ૨૦૦ કેસમાં તો મૃતક ખેડૂતના પરિવાર કોઈ મદદ મેળવવાને હકદાર નથી એવું જાહેર કરવામાં આવ્યું છે તેમ જ ૧૯૪ કેસની તપાસ હજી બાકી છે.’
ADVERTISEMENT
સોયાબીન અને કપાસના ખેડૂતોને લોનમાફીનાં આશ્વાસનો ચૂંટણી પહેલાં આપે છે, પણ પછીથી એના પર અમલ થતો નથી એમ વિજય વડેટ્ટીવારે ઉમેર્યું હતું.
પાંચમી જુલાઈના મેળાવડાની તૈયારી
શિવસેના (UBT)ના નેતા અનિલ પરબ તથા મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓ નીતિન સરદેસાઈ અને બાળા નાંદગાવકરે ગઈ કાલે વરલીના નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયાના ડોમમાં જઈને પાંચમી જુલાઈના વિજયી મેળાવડાની તૈયારીઓ વિશે ચર્ચા કરી હતી.

