ખાતાંની ફાળવણી માટે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે ફડણવીસે કર્યું સૂચક વિધાન
દેવેન્દ્ર ફડણવીસ
રાજ્યના પ્રધાનમંડળમાં ખાતાંની ફાળવણીને લઈને મહાયુતિની ત્રણેય પાર્ટી વચ્ચે ખેંચતાણ ચાલી રહી છે ત્યારે દેવેન્દ્ર ફડણવીસે એક સૂચક નિવેદન કર્યું હતું. તેમણે પાર્ટીના વિધાનસભ્યોને સંબોધતાં કહ્યું હતું કે ‘તમે છો એટલે હું અહીં છું, જો તમે ન હોત તો હું પણ ન હોત. આપણી મહાયુતિની સરકાર છે. આપણે બધા મિત્રોને સાથે લઈને આગળ વધવાનું છે. આટલો પ્રચંડ વિજય હોવાથી બધાની બધી અપેક્ષાઓ પૂરી કરવી શક્ય નહીં બને; પણ આપણે રાજકારણમાં મોટો ગોલ લઈને આવ્યા છીએ, પદ માટે આપણે રાજકારણમાં નથી આવ્યા. આવનારા સમયમાં ચાર વાત મનને ગમનારી થશે અને ચાર વાત મનને ન ગમનારી પણ થશે, પણ આપણે લાર્જર ઇન્ટરેસ્ટમાં કામ કરવાનું છે.’


