મી પુન્હા યેઇન અને મૈં સમંદર હૂં, લૌટકર આઉંગા એવું કહેનારા દેવેન્દ્ર ફડણવીસે કરુન દાખવલં
દેવેન્દ્ર ફડણવીસ ગઈ કાલે સર્વાનુમતે BJP લેજિસ્લેટિવ પાર્ટીના નેતા ચૂંટાયા એની થાણેમાં ઉજવણી કરતા કાર્યકરો.
વડા પ્રધાન સહિત ટોચના રાજકારણીઓ, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝને આપવામાં આવ્યું છે આમંત્રણ : ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર ઉપસ્થિત રહે છે કે નહીં એના પર બધાની નજર
આજે ત્રીજી વાર રાજ્યના મુખ્ય પ્રધાન બનનારા દેવેન્દ્ર સરિતા ગંગાધરરાવ ફડણવીસની શપથવિધિને ભવ્યાતિભવ્ય બનાવવા માટે ભારતીય જનતા પાર્ટી (BJP) તરફથી કોઈ કસર રાખવામાં નથી આવી રહી. આજે આઝાદ મેદાનમાં થનારી આ શપથવિધિમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી, દેશના ગૃહપ્રધાન અમિત શાહ, BJPના રાષ્ટ્રીય અધ્યક્ષ જયપ્રકાશ નડ્ડા સહિત કેન્દ્રીય પ્રધાનમંડળ, BJPશાસિત ૨૨ રાજ્યોના મુખ્ય પ્રધાનો અને નાયબ મુખ્ય પ્રધાનો, ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ, બૉલીવુડના સ્ટાર્સ હાજર રહેવાના હોવાથી તેમની સુરક્ષા માટે ૪૦૦૦ પોલીસકર્મીઓ ખડેપગે તહેનાત રહેવાના છે. રાજ્યના તમામ ભૂતપૂર્વ મુખ્ય પ્રધાનોને પણ આમંત્રણ આપવામાં આવ્યું હોવાથી ઉદ્ધવ ઠાકરે અને શરદ પવાર હાજર રહે છે કે નહીં એ જોવાનું રહેશે.
આ સિવાય ૧૦,૦૦૦થી વધારે લાડલી બહિણ સહિત કુલ ૪૦,૦૦૦ જેટલા લોકો આ સમારોહમાં હાજર રહેશે એવો દાવો BJP તરફથી કરવામાં આવી રહ્યો છે. આઝાદ મેદાનમાં ત્રણ સ્ટેજ ઊભાં કરવામાં આવ્યાં છે. એમાં એક સ્ટેજ પરથી કૈલાશ ખેર સહિતના કલાકારો ગીત-સંગીતની મહેફિલ જમાવશે; બીજા સ્ટેજ પર ધર્મગુરુઓ, ઉદ્યોગપતિઓ અને સેલિબ્રિટીઝને બેસાડવામાં આવશે; જ્યારે ત્રીજા અને મુખ્ય સ્ટેજ પર શપથવિધિનો કાર્યક્રમ થશે.
ADVERTISEMENT
દેવેન્દ્ર ફડણવીસની સાથે નાયબ મુખ્ય પ્રધાનપદે અજિત પવાર પણ શપથ લેશે. જોકે એકનાથ શિંદે શપથ લેશે કે નહીં એને લઈને ગઈ કાલે મોડી રાત સુધી કોઈ સ્પષ્ટતા કરવામાં નહોતી આવી.
2000 - આટલા VVIPઓ આજની શપથવિધિમાં હાજર રહેશે
4000 - પોલીસના આટલા જવાનો આખા કાર્યક્રમની સુરક્ષા માટે તહેનાત રહેશે
40,000- આટલા લોકો આજની શપથવિધિમાં હાજર રહેશે એવો દાવો BJPએ કર્યો છે.
મસ્તીનાં મોજાં વચ્ચે દેવાભાઉએ આડકતરી રીતે કહી દીધું કે હવે બૉસ કોણ છે
એકનાથ શિંદે નાયબ મુખ્ય પ્રધાન બનીને નવી સરકારમાં જોડાશે કે નહીં એને લઈને ગઈ કાલે પ્રેસ-કૉન્ફરન્સમાં પત્રકારોએ પ્રશ્ન પૂછ્યો ત્યારે તેમણે સાંજ સુધી રાહ જોવાનું કહ્યું હતું. જોકે એના પર અજિત પવારે મજાક કર્યા બાદ એકનાથ શિંદેએ પણ મસ્તીભર્યા સૂરમાં જોરદાર ફટકાબાજી કરી હતી. આ બન્ને નેતાઓએ માહોલ હળવો કર્યા બાદ દેવેન્દ્ર ફડણવીસે પણ એના પર રીઍક્શન આપીને આડકતરી રીતે કહી દીધું હતું કે હવે હું બૉસ છું.