ડ્રાઇવર સાથે ક્લીનર હતો કે નહીં એ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. રેતીમાં ખૂંપી ગયેલા ટૅન્કરને બહાર કાઢવા ક્રેન બોલાવાઈ હતી અને એ પછી ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
ઑઇલ-ટૅન્કર ખાબક્યું ભાઈંદરની ખાડીમાં
અમદાવાદથી થાણે તરફ જઈ રહેલું એક ઑઇલ-ટૅન્કર ગઈ કાલે સવારે ૧૧.૩૦ વાગ્યે ઘોડબંદર પાસે ભાઈંદરની ખાડી પરના વર્સોવા બ્રિજ પરથી ખાડીમાં પડતાં ડ્રાઇવરનું મોત થયું હતું.
કાશીગાવ પોલીસે કહ્યું હતું કે ‘અમદાવાદથી થાણે તરફ જૂના બ્રિજ પરથી જઈ રહેલું એક ઑઇલ-ટૅન્કર આગળ લાકડાં લઈને જઈ રહેલી ટ્રક સાથે અથડાયું હતું. એ પછી સંતુલન જાળવવાના પ્રયાસમાં ડ્રાઇવરે સ્ટિઅરિંગ પરથી કન્ટ્રોલ ગુમાવ્યો હતો અને ટૅન્કર પહેલાં લોખંડની રેલિંગ સાથે અથડાયું અને રેલિંગ તોડીને ખાડીમાં પડ્યું હતું.’
ADVERTISEMENT
ટૅન્કર ઉપરથી પટકાયા બાદ ખાડીની રેતીમાં ખૂંપી ગયું હતું જેમાં ડ્રાઇવરનું મૃત્યુ થયું હતું. જોકે તેની ઓળખ થઈ શકી નથી. ડ્રાઇવર સાથે ક્લીનર હતો કે નહીં એ બાબતે વધુ તપાસ ચાલી રહી છે. રેતીમાં ખૂંપી ગયેલા ટૅન્કરને બહાર કાઢવા ક્રેન બોલાવાઈ હતી અને એ પછી ડ્રાઇવરનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.


