મુમ્બ્રા, કલવાથી ઘોડબંદર રોડ તરફ જતાં ભારે વાહનોને ખારેગાવ ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવશે
પ્રતીકાત્મક તસવીર
થાણે-ઘોડબંદર સ્ટેટ હાઇવે-૮૪ પર ગાયમુખ, કાજુપાડા અને ફાઉન્ટન હોટેલ વચ્ચેના રસ્તા પર મેઇન્ટેનન્સ વર્ક માટે રાતે ટ્રાફિક-ડાઇવર્ઝનની જાહેરાત થાણે પોલીસ દ્વારા કરવામાં આવી છે. પબ્લિક વર્ક્સ ડિપાર્ટમેન્ટ (PWD) અને થાણે મ્યુનિસિપલ કૉર્પોરેશન (TMC) દ્વારા ૧૨ ડિસેમ્બરથી ૧૪ ડિસેમ્બર સુધી રસ્તાનું આ કામ હાથ ધરવામાં આવશે. પોલીસનાં વાહનો, ફાયરબ્રિગેડ, ઍમ્બ્યુલન્સ, ગ્રીન કૉરિડોર, ઑક્સિજન ગૅસ વ્હીકલ્સ અને અન્ય જરૂરી સેવાનાં વેહિકલ્સ પર આ નોટિફિકેશન લાગુ પડશે નહીં.
ક્યાંથી ક્યાં હશે ડાઇવર્ઝન
ADVERTISEMENT
મુંબઈ અને થાણેથી ઘોડબંદર રોડ તરફ જતાં તમામ ભારે વાહનોને વાય-જંક્શન અને કાપુરબાવડી જંક્શન પર અટકાવી દેવામાં આવશે. આ વાહનો વાય-જંક્શનથી ખારેગાવ ટોલ પ્લાઝા, માનકોલી, અંજુરફાટાથી પસાર થઈ સીધા નાશિક રોડ થઈને આગળ જઈ શકશે. ઉપરાંત કાપુરબાવડી જંક્શન પાસેથી જમણે ટર્ન લઈને કાશેલી, અંજુરફાટા થઈને પણ આગળ જઈ શકશે.
મુમ્બ્રા, કલવાથી ઘોડબંદર રોડ તરફ જતાં ભારે વાહનોને ખારેગાવ ટોલ પ્લાઝા પર અટકાવવામાં આવશે. આ વાહનો ખારેગાવ ખાડી બ્રિજ, ખારેગાવ ટોલ પ્લાઝા, માનકોલી, અંજુરફાટા થઈને આગળ જઈ શકશે.


