મર્ડર, લૂંટ, મિસિંગ પર્સન, કિડનૅપિંગના કેસ ઉકેલનારા સ્નિફર-ડૉગ લિયોને મુંબઈ પોલીસે આપી શ્રદ્ધાંજલિ
પ્રતીકાત્મક તસવીર
ફક્ત દોઢ મહિનાનો હતો ત્યારે જનસેવામાં જોડાયા બાદ પુણેમાં ૬ મહિનાની સખત ટ્રેઇનિંગ મેળવીને મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચમાં સર્વિસ આપનારા સ્નિફર-ડૉગ લિયોને મુંબઈ પોલીસે શ્રદ્ધાંજલિ આપી છે. મર્ડર, લૂંટ, કિડનૅપિંગ, મિસિંગ પર્સન સહિતના અનેક કેસ ઉકેલવામાં મદદ કરનારો લિયો બીમારી બાદ પરેલની પ્રાણીઓ માટેની હૉસ્પિટલમાં સારવાર દરમ્યાન મૃત્યુ પામ્યો હતો. મહાલક્ષ્મીમાં લિયોને રાષ્ટ્રીય સન્માન આપીને સત્તાવાર વિદાય આપવામાં આવી અને એના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા ત્યારે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીઓ સહિત પોલીસો હાજર હતા. આ ઉપરાંત પોતાના સત્તાવાર ટ્વિટર હૅન્ડલ પર મુંબઈ પોલીસે એના અંતિમ સંસ્કારનો ફોટો મૂકી, એક એવો વફાદાર અવાજ જે સદાય ગુંજતો રહેશે એવું કહી, એના વિશે વિસ્તારમાં જાણકારી આપી, એને શ્રદ્ધાંજલિ આપીને સન્માનિત કર્યો હતો.
ફ્રાન્સમાં ભારે વિરોધ-પ્રદર્શન : ૩ લાખ લોકો રસ્તા પર ઊતર્યા, ૪૦૦થી વધારે સ્કૂલો બંધ
ADVERTISEMENT

શિક્ષણવ્યવસ્થામાં સુધારણા, બજેટમાં કાપ અને જાહેર સેવાઓ પરના દબાણ સામેનાં વ્યાપક વિરોધ-પ્રદર્શનો વચ્ચે સમગ્ર ફ્રાન્સમાં ૩,૦૦,૦૦૦થી વધુ લોકો રસ્તા પર ઊતરી આવ્યા હતા. વિરોધ-પ્રદર્શન કરનારાઓએ ગાડીઓ સળગાવી દીધી હતી. વિરોધ-પ્રદર્શનોમાં ૬૦૦થી વધારે પોલીસ-કર્મચારીઓ ઘાયલ થયા હતા. દેશની રાષ્ટ્રીય સંપત્તિને કરોડો રૂપિયાનું નુકસાન થયું છે. આ વિરોધ-પ્રદર્શનોમાં સ્ટુડન્ટ્સ, શિક્ષકો, ફાયર-ફાઇટર્સ અને જાહેર ક્ષેત્રના કર્મચારીઓ એકઠા થયા હતા. વિરોધ કરનારાઓએ શિક્ષકોની અછત, સ્ટુડન્ટ્સથી ખીચોખીચ ભરેલા ક્લાસ અને સ્કૂલમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓની કથળતી સ્થિતિ વિશે ચિંતા વ્યક્ત કરી હતી. દેશમાં ૪૦૦થી વધારે સ્કૂલો બંધ કરી દેવામાં આવી છે. આ મુદ્દે પૅરિસના પોલીસ-કમિશનર પેટ્રિસ ફારે એક ઓપન લેટરમાં જણાવ્યું હતું કે જેમણે પ્રદર્શનો શરૂ કર્યાં છે તેઓ એને હવે નિયંત્રિત કરી શકતા નથી.
સ્પેનમાં હ્યુમન ટાવર કૉમ્પિટિશનનાં ૩૦ વર્ષ થયાં

આપણે ત્યાં જેમ દહીહંડીમાં ગોવિંદાઓ માનવથર રચે છે એમ સ્પેનમાં પણ આ જ પ્રકારની હ્યુમન ટાવર કૉમ્પિટિશન થાય છે. સ્પેનના ટારગૉનાના ટારાકો અરીનામાં ચોથી ઑક્ટોબરે આ સ્પર્ધાની ત્રીસમી આવૃત્તિ યોજાઈ હતી જેમાં અનેક પથકોએ નવ-દસ માનવથર રચ્યા હતા. આ સ્પર્ધા જોવા હજારો લોકો ભેગા થયા હતા.
માધુરી દીક્ષિતે મુખ્ય પ્રધાનની લીધી મુલાકાત

માધુરી દીક્ષિત ગઈ કાલે તેના પતિ ડૉ. શ્રીરામ નેને સાથે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસને તેમના વર્ષા બંગલા પર જઈને મળી હતી. આ તેની શુભેચ્છા મુલાકાત હોવાનું જણાવાયું હતું.
મચ્છર બનો, કૉક્રૉચ નહીં
પુણેમાં BJPની યુવા પાંખે જગભરમાં ભારતનું નામ કરનારા ગુજરાતી પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરનાં વખાણ કરવા સાથે CJPને ટોણો મારતાં પોસ્ટરો લગાવ્યાં

દુબઈથી ઇઝરાયલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાઇટમાં પોતાના પર હુમલો થયો હોવા છતાં પૅસેન્જર્સનો જીવ બચાવનારા ગુજરાતી પાઇલટ કૅપ્ટન સ્મિત મચ્છરનાં વખાણ કરતાં પોસ્ટર પુણેમાં ઠેર-ઠેર લગાવવામાં આવ્યાં હતાં. આ પોસ્ટરમાં ‘મચ્છર બનો, કૉક્રૉચ નહીં’ એવું લખીને કૉક્રૉચ જનતા પાર્ટી (CJP)ને ટોણો પણ મારવામાં આવ્યો હતો. ભારતીય જનતા પાર્ટી (BJP)ની યુવા પાંખ ભારતીય જનતા યુવા મોરચા (BJYM) દ્વારા લગાડવામાં આવેલાં આ પોસ્ટરોએ બધાનું ધ્યાન ખેંચ્યું છે અને સોશ્યલ મીડિયા પર પણ આ પોસ્ટરો ટ્રેન્ડ થઈ રહ્યાં છે.
