મુંબઈ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (MUTP-III) અંતર્ગત પનવેલ-વસઈ-બોરીવલી કૉરિડોર ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
હવે લોકલ ટ્રેનમાં પનવેલથી બોરીવલી કે બોરીવલીથી પનવેલ જવું હોય તો એક જ ટ્રેનમાં મુસાફરી કરી શકાય એવું શક્ય બનશે. પનવેલને દિવા-વસઈ અને એ પછી એક બાજુ વિરાર અને બીજી બાજુ બોરીવલી સુધી જોડતા નવા લોકલ કૉરિડોરને મંજૂરી મળી ગઈ છે. અનેક વર્ષોથી આ ટ્રેન શરૂ કરવાની માગણી હતી. મુંબઈ અર્બન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ (MUTP-III) અંતર્ગત પનવેલ-વસઈ-બોરીવલી કૉરિડોર ૧૨,૭૧૦.૮૨ કરોડ રૂપિયાના ખર્ચે ડેવલપ કરવામાં આવશે.
પનવેલ-વસઈ-બોરીવલીનો આ નવો કૉરિડોર સ્વતંત્રપણે ચાલશે. મુંબઈના થાણે, ઈસ્ટનાં પરાં અને આગળ પુણે તથા ગોવા તરફ જવા માગતા અને ત્યાંથી બોરીવલી-વસઈ આવવા માગતા પ્રવાસીઓ માટે આ સુવિધા ઉપયોગી થઈ પડશે. એની સાથે જ ભિવંડીની પાવરલૂમ ઇન્ડસ્ટ્રીને પણ આ કૉરિડોરનો લાભ મળશે.


