રેલવે આ નવી ટ્રેનો દ્વારા લોકલ ટ્રેનના કૉરિડોર પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માગે છે
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ટૂંક સમયમાં દોડનારી ઑટોમૅટિક ક્લોઝ્ડ ડોરની સુવિધા ધરાવતી નૉન-ઍર-કન્ડિશન્ડ (AC) લોકલ ટ્રેન મુંબઈ પહોંચી ગઈ છે, પણ એની ટ્રાયલ-રન ઉત્તર પ્રદેશમાં થઈ રહી છે.
મુંબઈના રેલવે-ટ્રૅક ૨૪ કલાક વ્યસ્ત રહે છે. અહીં પરીક્ષણ કરવાથી ટ્રેન-વ્યવહાર ખોરવાઈ શકે એમ હોવાથી રેલવેના અધિકારીઓએ નવી લોકલ ટ્રેનની ટ્રાયલ-રન માટે ઉત્તર પ્રદેશના ખજૂરાહો-મહોબા રૂટની પસંદગી કરી છે. આ રૂટ પર ટ્રેનના ડેટા અને સુરક્ષાનાં પાસાંઓનું સચોટ વિશ્લેષણ કરી શકાશે.
રેલવે આ નવી ટ્રેનો દ્વારા લોકલ ટ્રેનના કૉરિડોર પર થતા અકસ્માતોની સંખ્યા ઘટાડવા માગે છે. નૉન-AC ટ્રેનોમાં પ્રથમ વાર ઑટોમૅટિક દરવાજા હશે જેથી ચાલતી ટ્રેનમાં ચડવા કે ઊતરવાની દુર્ઘટનાઓને અટકાવી શકાશે જે મુખ્ય વિશેષતા છે.
