બિલ્ડિંગનો પૂરો અથવા અમુક ભાગનો કબજો મળ્યો હોય ત્યારથી બિલ્ડિંગની ઉંમર ગણવામાં આવશે તેમ જ જે બિલ્ડિંગોનું ઑડિટ કરવામાં નહીં
પ્રતીકાત્મક તસવીર
નવી મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (NMMC) દ્વારા ૨૦૨૪-’૨૫માં હાથ ધરવામાં આવેલા સર્વેમાં કુલ ૫૨૭ બિલ્ડિંગને ભયજનક જાહેર કરવામાં આવ્યાં છે. એને પગલે ૩૦ વર્ષથી વધુ સમયથી ઉપયોગમાં લેવાતાં હોય એવાં બિલ્ડિંગોના સ્ટ્રક્ચરલ ઑડિટને NMMCએ ફરજિયાત બનાવ્યું છે.
NMMCએ રહીશો, મકાનમાલિકો અને ઇન્સ્ટિટ્યુશનને આ વાતની સૂચના આપતાં કહ્યું હતું કે ‘૩૦ સપ્ટેમ્બર સુધીમાં અસિસ્ટન્ટ સિવિક કમિશનર અથવા અર્બન પ્લાનિંગ વિભાગના અસિસ્ટન્ટ ડિરેક્ટર સમક્ષ સ્ટ્રક્ચરલ ઑડિટનો રિપોર્ટ રજૂ કરવાનો રહેશે. NMMCમાં રજિસ્ટર્ડ હોય એવા સિવિલ અથવા સ્ટ્રક્ચરલ એન્જિનિયર પાસે ૩૦ વર્ષથી જૂનાં બિલ્ડિંગોનું ઑડિટ કરાવવાનું રહેશે. ઑડિટ બાદ એન્જિનિયર દ્વારા સૂચવવામાં આવેલું રિપેરિંગ કરીને બિલ્ડિંગ રહેવા માટે સુરક્ષિત છે એનું સર્ટિફિકટ પણ જમા કરાવવાનું રહેશે.’
ADVERTISEMENT
બિલ્ડિંગનો પૂરો અથવા અમુક ભાગનો કબજો મળ્યો હોય ત્યારથી બિલ્ડિંગની ઉંમર ગણવામાં આવશે તેમ જ જે બિલ્ડિંગોનું ઑડિટ કરવામાં નહીં આવે એમને ૨૫,૦૦૦ રૂપિયા અથવા વાર્ષિક પ્રૉપર્ટી ટૅક્સ બેમાંથી જે વધુ હશે એ દંડરૂપે ભરવાનું રહેશે.

