Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મોબાઇલ ચોરવા ઍસિડ અટૅક

મોબાઇલ ચોરવા ઍસિડ અટૅક

Published : 07 February, 2026 10:05 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કોપરખૈરણેમાં ચોરટાઓની નવી ટેક્નિક જોવા મળી

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)

પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્યઃ એઆઇ)


નવી મુંબઈમાં મોબાઇલ-ચોરીની ઘટનાઓમાં વધારો નોંધાયો છે. રોજ વીસથી પચીસ મોબાઇલ ચોરાવાની ફરિયાદો આવી રહી છે એટલે લોકો પણ સાવેચતી બતાવી રહ્યા છે. જોકે હવે મોબાઇલ ચોરનારાઓએ ભયાનક ટેક્નિક વાપરી છે. તેમણે મોબાઇલ સહિત કૅશ ચોરવા ઍસિડનો હુમલો કર્યો છે. એથી પોલીસે એ હુમલો કરનારા બે આરોપીઓ સામે ગુનો નોંધીને તેમની શોધ ચાલુ કરી છે.

કોપરખૈરણેના બોનકોડે ગામમાં રહેતો તૈયબ ખાન બુધવારે રાતે તેના જ વિસ્તારમાં આવેલા સુલભ શૌચાલય પાસેથી પસાર થઈ રહ્યો હતો. એ વખતે સામેથી બાઇક પર બે જણ આવ્યા હતા. તેમણે તેમના હાથમાંની કાચની બાટલીમાંથી તૈયબ ખાન પર ઍસિડ ફેંક્યું હતું જે તૈયબ ખાનના ચહેરા, હાથ અને પેટ પર પડતાં તેને સખત બળતરા થવા માંડી હતી અને તે બૂમો પાડવા માંડ્યો હતો. એ દરમ્યાન બાઇક પર આવેલા બે જણે તેનો મોબાઇલ છીનવી લીધો હતો અને તેના ખિસ્સામાંથી પાકીટ પણ કાઢીને ગણતરીની મિનિટોમાં ત્યાંથી નાસી ગયા હતા. પાકીટમાં ૪૦૦૦ રૂપિયા હતા અને આધાર કાર્ડ હતું.



કોપરખૈરણે પોલીસમાં આ બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. કોપરખૈરણે પોલીસે કહ્યું હતું કે ‘તૈયબ ખાન પર ટૉઇલેટ સાફ કરવા વપરાતું ઍસિડ નાખવામાં આવ્યું હતું એટલે તે ગંભીર રીતે ઘાયલ થયો હતો. તેની હાલ સારવાર ચાલી રહી છે. આ સંદર્ભે લૂંટનો ગુનો નોંધીને ચોરી કરનારા બન્ને આરોપીઓને પકડી લેવા તપાસ ચાલુ કરી છે.’ 


Whatsapp-channel Whatsapp-channel

07 February, 2026 10:05 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK