તુલિંજ પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
પ્રતીકાત્મક તસવીર
થાણેના નૌપાડામાં રામમારુતિ રોડ પર લક્ષ્મી નિવાસમાં રહેતાં ૭૪ વર્ષનાં પુષ્પા હરિલાલ વોરા જૈન કાર્યક્રમ નિમિત્તે દીકરીના ઘરે આવ્યાં હતાં. કાર્યક્રમ પૂરો થયા બાદ તેઓ ઘરે જઈ રહ્યાં હતાં ત્યારે ચોર બિલ્ડિંગના કપાઉન્ડમાં ઘૂસીને પાછળથી તેમના ગળામાંનું મંગળસૂત્ર ખેંચીને નાસી ગયો હતો. તુલિંજ પોલીસ સ્ટેશનમાં પોલીસે ફરિયાદ નોંધીને તપાસ શરૂ કરી હતી.
નાલાસોપારા-ઈસ્ટમાં ટાંકી રોડ પર કૃષ્ણગિરિ બિ લ્ડિંગમાં રહેતી પુષ્પાબહેનની દીકરી પાયલ ગંગરના ત્યાં કાર્યક્રમ પૂરો કરીને પુષ્પાબહેન ઘરે જઈ રહ્યાં હતાં. એ વખતે તેઓ બિલ્ડિંગના કપાઉન્ડમાં ચાલીને ધીરે-ધીરે જતાં હતાં ત્યારે પાછળથી આવેલો યુવક તેમના ગળામાંનું સોનાનું મંગળસૂત્ર ખેંચીને બિ લ્ડિંગના ગેટમાંથી જ નાસી છૂટ્યો હતો. ૨૫થી ૩૦ વર્ષના સફેદ શર્ટ અને પૅન્ટ પહેરીને કાળા રંગની બૅગ સાથે આવેલા યુવકે તેમના ગળામાંથી મંગળસૂત્ર ખેંચ્યું હતું. ૨૫ ગ્રામ વજનનું સોનાનું ૭૦,૦૦૦ રૂપિયાનું આ મંગળસૂત્ર હતું. પુષ્પાબહેનની દીકરી પાયલ ગંગરને ફોન કરતાં તેમનો ફોન લાગ્યો નહોતો.
ADVERTISEMENT
તુલિંજ પોલીસ સ્ટેશનના પોલીસ અધિકારી કિશોર મોરેએ ‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે ‘જૈન કાર્યક્રમમાંથી મહિલા ઘરે જઈ રહ્યાં હતાં
ત્યારે આ બનાવ બન્યો હતો. પોલીસે ફરિયાદ બાદ તપાસ હાથ ધરીને આસપાસના સીસીટીવી કૅમેરાનાં ફુટેજ જોતાં એમાં યુવકનો ચહેરો થોડો જોવા મળ્યો હોવાથી આરોપીની શોધ ચાલી રહી છે.’


