મુનિરાજ શ્રી પદ્મકીર્તિ વિજય મહારાજસાહેબ ગઈ કાલે વહેલી સવારે ૪.૫૦ વાગ્યે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં-કરતાં અત્યંત સમાધિપૂર્વક બોરીવલી-વેસ્ટની જાંબલી ગલીના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા હતા
જૈન મુનિ પદ્મકીર્તિ વિજય મહારાજસાહેબ
પૂ. પ્રેમ-ભુવનભાનુસૂરિ સમુદાયના આચાર્ય શ્રી મેઘદર્શનસૂરિના તપસ્વી શિષ્યરત્ન ૮૩ વર્ષના મુનિરાજ શ્રી પદ્મકીર્તિ વિજય મહારાજસાહેબ ગઈ કાલે વહેલી સવારે ૪.૫૦ વાગ્યે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં-કરતાં અત્યંત સમાધિપૂર્વક બોરીવલી-વેસ્ટની જાંબલી ગલીના ઉપાશ્રયમાં કાળધર્મ પામ્યા હતા. તેઓ જાંબલી ગલીમાં પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્ય શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મહારાજાની સાથે ચાતુર્માસ માટે બિરાજમાન હતા. ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે તેમની પાલખીયાત્રા નીકળી હતી જેમાં સેંકડો લોકોએ હાજરી આપી હતી. મુનિરાજ શ્રી પદ્મકીર્તિ વિજય મહારાજસાહેબનો બાવીસ વર્ષનો સંયમ પર્યાય હતો. તેમની વર્ધમાન તપની ૧૦૦ આયંબિલ ઓળી પૂર્ણ થયા બાદ કાળધર્મ પામ્યા ત્યારે બીજી વારની ૬૧+૬૨મી આયંબિલની ઓળી ચાલતી હતી.