Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai ઍરપૉર્ટ રહેશે બંધ, ક્યાંક તમે આ દિવસે તો નથી કરતાંને ફ્લાઈટમાં બૉર્ડ?

Mumbai ઍરપૉર્ટ રહેશે બંધ, ક્યાંક તમે આ દિવસે તો નથી કરતાંને ફ્લાઈટમાં બૉર્ડ?

Published : 25 September, 2023 02:29 PM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનેશનલ ઍરપૉર્ટ 17 ઑક્ટોબરે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મુંબઈ રનવે છ કલાક માટે અસ્થાયી રૂપે બંધ રહેશે.

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય : મિડ-ડે


મુંબઈમાં છત્રપતિ શિવાજી મહારાજ આંતરરાષ્ટ્રીય ઍરપૉર્ટ 17 ઑક્ટોબરના રોજ મૉનસૂન બાદ રનવેના મેઈન્ટેનન્સ માટે બંધ કરવામાં આવશે. એક અધિકારીએ આપેલા નિવેદન પ્રમાણે 17 ઑક્ટોબરે 11 વાગ્યાથી લઈને સાંજે પાંચ વાગ્યા સુધી મુંબઈ રનવે છ કલાક માટે અસ્થાયી રૂપે બંધ રહેશે. બન્ને રનવે 09/27 અને 14/32 સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યા સુધી બંધ રહેશે. ઍરપૉર્ટના પાયાના ઢાંચાને જાળવી રાખવા માટે જરૂરી સમારકામ અને મેઈન્ટેનન્સ માટે બંધ કરવામાં આવ્યું છે. (Mumbais Chhatrapati Shivaji Maharaj International Airport To Temporarily Close Two Runways For Maintenance On October 17)


મેઈન્ટેનન્સના કામ માટે મુંબઈ ઍરપૉર્ટના બે રનવે 17 ઑક્ટોબરના છ કલાક માટે બંધ રહેશે. આ દરમિયાન કોઈ ફ્લાઈટ સર્વિસ ઉપલબ્ધ નહીં  હોય. ઍરપૉર્ટ સંચાલકે શુક્રવારે પોતાના એક નિવેદનમાં કહ્યું કે બન્ને રનવે પર મેઈન્ટેનન્સનું કામ સવારે 11 વાગ્યાથી સાંજે 5 વાગ્યાની વચ્ચે કરાવવામાં આવશે. ઍરલાઈન્સ અને અન્ય હિતધારકોને પહેલાથી નોટિસ આપીને જણાવવામાં આવી ચૂક્યું છે.



અધિકારીએ કહ્યું, "મૉનસૂન બાદ રનવના મેઈન્ટેનન્સની આ એન્યુઅલ પ્રેક્ટિસ સતત ચાલતી રહે અને પ્રવાસીઓની સુરક્ષાનું ધ્યાન રાખવા માટે ચોક્કસ અને સાવચેતીપૂર્વક પ્રયત્નો સાથે થનારી ગતિવિધિઓની સીરિઝનો ભાગ છે, આ રીતે અમારા પરિચાલનના મૂળમાં પ્રવાસી પહેલા દ્રષ્ટિકોણને સ્વીકારવાની દ્રષ્ટિને જીવનમાં લાવવામાં આવ્યું છે, આ વાર્ષિક પ્રેક્ટિસ ફ્લાઈટ્સની નિરંતરતા અને પ્રવાસી સુરક્ષાનો જાળવી રાખવાના ઉદ્દેશ્યથી ગતિવિધિઓની સિરીઝનો ભાગ છે."


ઉલ્લેખનીય છે કે આ પહેલા 10 મેના રોજ રનવેના મેઈન્ટેનન્સના કામકાજ માટે પણ સવારે 11 વાગ્યાથી લઈને સાંજે 5 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી ઈન્ટરનેશનલ ઍરપૉર્ટના આ બે રનવે બંધ રાખવામાં આવ્યા હતા. છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ ઍરપૉર્ટ (CSMIA)એ બન્ને રનવે 10 મેના મેઇન્ટેનન્સ વર્કને કારણે નહીં વાપરી શકાય. આ કારણે અનેક ફ્લાઇટ્સ પર પણ અસર પડશે. ઍરપૉર્ટ તરફથી જાહેર કરવામાં આવેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે ઍરપૉર્ટમાં આગામી મૉનસૂનને જોતાં બન્ને રનવે RWY 14/32 અને 09/27નું ઑપરેશન બંધ રહેશે. બન્ને રનવે પર મૉનસૂન સંબંધી રિપેરિંગ અને મેન્ટેનન્સ કામ કરવામાં આવશે. રનવે સવારે 11 વાગ્યાથી સાંજે પાંચ વાગ્યા સુધી બંધ રાખવામાં આવોશે. આ સંબંધે નોટમ (NOTAM) પણ જાહેર કરવામાં આવી છે. પ્રવાસીઓને અપીલ છે કે તે 10 મેની ફ્લાઈટ વિશે સંબંધિત ઍરલાઈનનો સંપર્ક કરી લે.

નોંધનીય છે કે 7મી મે રવિવારના રોજ સ્પાઈસ જેટ ઍરલાઈન્સ થકી મુંબઈ ઍરપૉર્ટ પર ઝડપી લેન્ડિંગને કારણે 13 પ્રવાસીઓ ઈજાગ્રસ્ત થયા હતા. આ રીતે થતાં અનેક અકસ્માતોને ટાળવા માટે મૉનસૂન પહેલા અને મૉનસૂન બાદ ઍરપૉર્ટના રનવેનું મેઈન્ટેનન્સ જોવા માટે તેનું સમારકામ કરવામાં આવે છે. આ દરમિયાન અમુક કલાકો સુધી ઍરપૉર્ટ પરના અમુક રનવે બંધ રાખવામાં આવે છે.


Whatsapp-channel Whatsapp-channel

25 September, 2023 02:29 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK