Mumbai Weather: થાણે, મુંબઈ અને રાયગઢ જિલ્લાઓ માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પાલઘરમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે.
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
મુંબઈ અને તેના આસપાસના જિલ્લાઓમાં આજે રવિવારે કેવું વાતાવરણ (Mumbai Weather) રહેશે તે મુદ્દે વાત કરવામાં આવે તો ભારતીય હવામાન વિભાગ (આઇએમડી)એ રવિવારે મહારાષ્ટ્રના કેટલાક ભાગો માટે વરસાદની ચેતવણી આપી છે. થાણે, મુંબઈ અને રાયગઢ જિલ્લાઓ માટે યલો અલર્ટ જારી કરવામાં આવ્યું છે, જ્યારે પાલઘરમાં ઓરેન્જ અલર્ટ જારી કરવામાં આવ્યું છે. આ અલ્રેત અનુસાર આજે છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ સાથે જ રત્નાગીરી, સિંધુદુર્ગ અને ધુળે જિલ્લામાં મધ્યમ વરસાદ થવાની સંભાવના છે, આમ, રાજ્યના તમામ જિલ્લાઓમાં વરસાદની સંભાવના છે.
હવામાન વિભાગની ચેતવણી (Mumbai Weather) મુદ્દે વાત કરીએ તો નાસિક ઘાટ વિસ્તારને ઓરેન્જ અલર્ટ અને પૂણેના ઘાટને યલો અલર્ટ હેઠળ મૂકવામાં આવ્યા છે, બંને દિવસ દરમિયાન ભારે વરસાદની અપેક્ષા છે. મુંબઈ શહેર અને ઉપનગરીય વિસ્તારોમાં સામાન્ય રીતે આજે આકાશ વાદળછાયું રહેશે અને મધ્યમ વરસાદ અને ઉપનગરોમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે. મહત્તમ અને લઘુત્તમ તાપમાન અનુક્રમે 29 ડિગ્રી સેલ્સિયસ અને 25 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતા છે. અધિકારીઓએ રહેવાસીઓનેઅને ખાસ કરીને દરિયાકાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદ દરમિયાન સાવચેતી રાખવાની ભલામણ (Mumbai Weather) કરી છે.
ADVERTISEMENT
મુંબઈનાં સાત જળાશયોમાં જળસ્તર 96.90 ટકાએ પહોંચ્યું
મુંબઈને પીવાનું પાણી પૂરું પાડતાં તળાવોની વાત કરીએ તો આ તળાવોમાં પાણીનું સ્તર તેમના આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદને પગલે વધ્યું છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી)ના સત્તાવાર આંકડા અનુસાર પાણી પૂરું પાડતાં સાત જળાશયોમાં પાણીનો સંયુક્ત જથ્થો હવે ૯૬.૯૦ ટકાએ પહોંચ્યો છે. બીએમસીના જણાવ્યા અનુસાર રવિવારના રોજ આ જળાશયોમાં કુલ પાણીનો સ્ટોક 14,02,563 મિલિયન લિટર છે, જે તેમની કુલ ક્ષમતાના 96.90 ટકા છે. બીએમસી અપર વૈતરણા, મોડક સાગર, તાનસા, મધ્ય વૈતરણા, ભાતસા, વિહાર અને તુલસી તળાવોમાંથી દરરોજ પીવાનું પાણી આખા શહેરને પૂરું પાડે છે. અપર વૈતરણા તળાવમાં 603.34 મીટરનું જળસ્તર નોંધાયું હતું, જે તેના 603.51 મીટરના સંપૂર્ણ પુરવઠા સ્તર (એફએસએલ)ની નીચે હતું, જેમાં 97.66 ટકા પાણીનો સંગ્રહ ભરાયો હતો. આ તળાવમાં છેલ્લા 24 કલાકમાં 70 મીમી વરસાદ પડ્યો છે, જેનાથી કુલ મોસમી વરસાદ 2,176 મીમી થયો છે. મોડક સાગર અને તાનસા ડેમ લગભગ સંપૂર્ણ ભરાઈ જવાને આરે છે. જેમાં મોડક સાગરમાં 163.16 મીટર (100 ટકાના જલસંગ્રહ) અને તાનસામાં 128.53 મીટર (98.69 ટકાના જલસંગ્રહ) છે. બંને ડેમમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ પડ્યો હતો, જેમાં મોડક સાગરમાં 89 મીમી અને તાનસામાં 55 મીમી વરસાદ નોંધાયો હતો. 73 મીમી વરસાદ પછી મધ્ય વૈતરણા તેની ઉપયોગી ક્ષમતાના 96.45 ટકા પર 283.75 મીટર રહ્યું હતું.
લેટેસ્ટ રિપોર્ટ (Mumbai Weather) પ્રમાણે આજે સવારે 6:27 વાગ્યે મોડક સાગર ઓવરફ્લો થવા લાગ્યો હતો. જ્યારે ઓગસ્ટની શરૂઆતમાં તાનસા, તુલસી અને વિહાર તળાવો પણ ઓવરફ્લો થવા લાગ્યાં હતાં. સત્તાવાળાઓએ વધારાના પાણીનું સંચાલન કરવા માટે ભાતસા અને મધ્ય વૈતરણા ડેમના દરવાજા ખોલી દીધા છે. એકંદરે, આ સિઝનમાં ભાંડુપ કોમ્પ્લેક્સ કેચમેન્ટમાં કુલ 2,576 મીમી વરસાદ નોંધાયો છે, જે આ પ્રદેશમાં ચોમાસાની ભારે હાજરીને દર્શાવે છે. બીએમસી આસપાસના વિસ્તારોમાં સલામતી માટે પાણીના સ્તર પર નજર રાખી રહી છે.


