Mumbai Weather: આજે રવિવારના દિવસે મુંબઈમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. જેમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું
મુંબઈના સ્વચ્છ આકાશની ફાઇલ તસવીર
અત્યારે મુંબઈગરા હિટવેવથી તપી રહ્યા છે ત્યારે જાણીએ કે આજે સંડેના દિવસે મુંબઈનું વાતાવરણ (Mumbai Weather) કેવું રહેશે. આમ તો હળવા શીત પવનો અને ભેજવાળાં વાતાવરણ માટે જાણીતું છે મુંબઈ. પણ આ વર્ષે ફેબ્રુઆરીમાં અસામાન્ય એવી હીટવેવનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં તાપમાન 37-38 ડિગ્રી સેલ્સિયસ સુધી વધી રહ્યું છે.
તાપમાનમાં થોડો ઘટાડો- મુંબઈગરાને હાશકારો
ADVERTISEMENT
આજે રવિવારના દિવસે મુંબઈમાં તાપમાનમાં થોડો ઘટાડો નોંધાયો છે. જેમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. ગઈકાલે શનિવારે શહેરમાં મહત્તમ તાપમાન 35.3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના તાજેતરના મુંબઈ હવામાન માટેના અપડેટ અનુસાર મુંબઈમાં રવિવાર, 2 માર્ચના રોજ આકાશ ચોખ્ખું રહેવાની શક્યતા વર્તાઇ છે. આ સાથે જ તાપમાન સવારે 21 ડિગ્રી સેલ્સિયસથી (Mumbai Weather) લઈને દિવસ દરમિયાન 34 ડિગ્રી સેલ્સિયસ સુધી ગરમ રહેશે. સાપેક્ષ ભેજ 57 ટકા છે.
આજે આકાશ ચોખ્ખું રહેવાની છે શક્યતા
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મુંબઈમાં મહત્તમ તાપમાન 34.8 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 23 ડિગ્રી નોંધાયું હતું. હવામાન વિભાગના આંકડા મુજબ કુલાબામાં મહત્તમ તાપમાન 30.8 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 24 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. આઇએમડીના તાજેતરના મુંબઈ હવામાન અપડેટમાં આગામી 24 કલાકમાં શહેર અને તેના ઉપનગરોમાં આકાશ ચોખ્ખું રહેવાની આગાહી કરવામાં આવી છે.
મુંબઈમાં AQI `મધ્યમ` શ્રેણીમાં
આજે 2 માર્ચના રોજ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડની સમીર એપ્લિકેશનએ તેના તાજેતરના મુંબઇ હવામાન (Mumbai Weather) અપડેટ્સમાં અહેવાલ આપ્યો હતો કે શહેરની હવાની ગુણવત્તા 107 ના એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) સાથે `મધ્યમ` કેટેગરીમાં નોંધાઈ હતી. સમીર એપ ડેશબોર્ડ અનુસાર સમગ્ર મુંબઈમાં ઘણા વિસ્તારોમાં મધ્યમ AQI જોવા મળ્યો હતો. બાંદ્રા કુર્લા કોમ્પ્લેક્સમાં એક્યુઆઈ 138 સાથે `મધ્યમ` હવાની ગુણવત્તા નોંધાઈ હતી. ચેમ્બુર, ઘાટકોપર અને મલાડમાં અનુક્રમે 106,109 અને 109 AQI સાથે `મધ્યમ` હવાની ગુણવત્તા નોંધાઈ હતી. દરમિયાન, કોલાબા, ભાયખલા, બોરીવલી અને સાયનમાં અનુક્રમે 80, 93 ,87 અને 96 AQI હોઈ હવાની ગુણવત્તા `સારી` હોવાનું નોંધાયું છે.
સમીર એપ્લિકેશનના ડેટા અનુસાર નવી મુંબઈમાં હવાની ગુણવત્તા 113ની એક્યુઆઈ સાથે `મધ્યમ` શ્રેણીમાં આવી હતી. જ્યારે થાણેમાં 100 ની `મધ્યમ` એક્યુઆઈ નોંધાઈ હતી. એર ક્વોલિટી ઈન્ડેક્સમાં આવતી હવાની ગુણવત્તાને 0થી 100માં `સારી`, 100થી 200ને `મધ્યમ`, 200થી 300ને `ખરાબ`, 300થી 400ને `ખૂબ ખરાબ` અને 400થી 500થી અથવા એનાથી વધારે હોય તો `ગંભીર` ગણવામાં આવે છે.
ભારતીય હવામાન વિભાગ (આઇએમડી) ના જણાવ્યા અનુસાર માર્ચ મહિનામાં હીટવેવ (Mumbai Weather) આ જ પ્રમાણે યથાવત રહેશે. ફેબ્રુઆરીમાં તાપમાન સરેરાશ કરતા વધારે હતું. ફેબ્રુઆરી મહિનામાં આ સૌથી વધુ તાપમાન નોંધાયું છે. માર્ચમાં તાપમાનમાં પણ વધારો થવાની ધારણા છે. દક્ષિણ કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

