Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > મુંબઈકર્સ આજે પાણી જરાક સાચવીને વાપરજો! ૭ ડિસેમ્બરે આ વિસ્તોરમાં પાણી નહીં આવે

મુંબઈકર્સ આજે પાણી જરાક સાચવીને વાપરજો! ૭ ડિસેમ્બરે આ વિસ્તોરમાં પાણી નહીં આવે

Published : 07 December, 2023 10:50 AM | IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

મલબાર હિલ જળાશયના પુનઃનિર્માણ અંગે નિર્ણય લેવા માટે પાલિકાનું પગલું

પાણીના નળની પ્રતીકાત્મક તસવીર

પાણીના નળની પ્રતીકાત્મક તસવીર


મુંબઈગરાં છેલ્લા કેટલાક દિવસથી પાણીની સમસ્યાઓનો સામનો કરી રહ્યાં છે. ત્યારે આજે એટલે કે ૭ ડિસેમ્બરે પણ અમુક વિસ્તારોમાં પાણી પુરવઠો ઓછો આવશે અથવા તો પાણીકાપ છે. કારણકે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા મલબાર હિલ જળાશય (Malabar Hill Reservoir)ના પુનઃનિર્માણનો વિચાર કરવામાં આવી રહ્યો છે.


મલબાર હિલ જળાશયના પુનઃનિર્માણ અંગે નિર્ણય લેવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા રચવામાં આવેલી નિષ્ણાત સમિતિ ગુરુવાર ૭ ડિસેમ્બરે એટલે કે આજે જળાશયનું નિરીક્ષણ કરશે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યુ ઑફ ટૅક્નોલોજી (IIT) નિષ્ણાત સમિતિમાં પવઈના પ્રોફેસરો, સ્થાનિક નિષ્ણાત નાગરિકો, મ્યુનિસિપલ અધિકારીઓનો સમાવેશ થશે. મલબાર હિલ જળાશય ખાતે કપ્પા નંબર ૨નું આંતરિક નિરીક્ષણ કરવામાં આવશે.. તેથી, જળાશયની ટાંકી નંબર ૨ ખાલી કરવી પડશે અને તેના કારણે શહેરના ઘણા વિસ્તારોમાં પાણી કાપની સમસ્યા રહેશે તો કેટલીક જગ્યાએ પાણી પુરવઠો ખોરવાશે.



સમગ્ર દક્ષિણ મુંબઈને પાણી પૂરું પાડતા મલબાર હિલ જળાશયના પુનઃનિર્માણનો મુદ્દો છેલ્લા કેટલાક મહિનાઓથી ભારે ચર્ચામાં છે. આ ૧૩૬ વર્ષ જૂનું જળાશય વર્ષ ૧૮૮૭માં હેંગિંગ ગાર્ડન્સ (Hanging Gardens) એટલે કે ફિરોઝ શાહ મહેતા પાર્ક (Phiroj Shah Mehta Garden)ની નીચે બાંધવામાં આવ્યું હતું. પરંતુ જો હવે આ જળાશય ફરીથી બનાવવામાં આવશે તો ૩૮૯ વૃક્ષોને અસર થશે. તેમજ પાર્ક સાત વર્ષ સુધી બંધ રાખવો પડશે. તેથી, રહેવાસીઓ અને પર્યાવરણવાદીઓએ આ પાર્કના પુનઃનિર્માણનો વિરોધ કર્યો છે. તેથી જ મલબાર હિલ જળાશયના પુનઃનિર્માણ અથવા સમારકામના વિકલ્પો પર ચર્ચા શરૂ થઈ છે.


પાલક મંત્રી અને દક્ષિણ મુંબઈના ધારાસભ્ય મંગલપ્રભાત લોઢા (Mangal Prabhat Lodha)એ પણ આ અંગે નિર્ણય લેવા નાગરિકોની બેઠક બોલાવી હતી. તેમજ નાગરિકોની એક સમિતિ પણ બનાવવામાં આવી હતી. પરંતુ આ મુદ્દાનો કોઈ ઉકેલ ન આવતાં મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રશાસને ગયા મહિને સમીક્ષા સમિતિની રચના કરી હતી. આ સમીક્ષા સમિતિ ૭ ડિસેમ્બર એટલે કે આજે ગુરુવારના રોજ સવારે ૮ વાગ્યાથી થી દસ વાગ્યા સુધીના આ બે કલાકના સમયગાળા દરમિયાન જળાશયનું આંતરિક નિરીક્ષણ કરશે. તેને કારણે અનેક વિસ્તારોમાં પાણીની સમસ્યા સાર્જાશે.

આ વિસ્તારોમાં પાણી પુરવઠો બંધ


કફ પરેડ અને આંબેડકર નગરમાં નિયમિત પાણી પુરવઠાનો સમય સવારે ૧૧.૨૦થી બપોરે ૧.૪૫ સુધીનો છે. આજે અહીં પાણી પુરવઠો ૧૦૦ ટકા બંધ કરવામાં આવશે.

ક્યાં કેટલું પાણી કાપવામાં આવશે

  • નરીમાન પોઈન્ટ અને જીડી સોમાણીમાં ૫૦% પાણી કાપ
  • લશ્કરી વિસ્તારમાં 30% પાણી કાપ
  • ગિરગાવ, મુંબાદેવીમાં ૧૦% પાણી કાપ
  • પેડર રોડમાં ૨૦% પાણી કાપ
  • નાના ચોક, તારદેવ, ગ્રાન્ટ રોડમાં ૧૦% પાણી કાપ
  • વરલી, પ્રભાદેવી, દાદર, માહિમ, ધારાવીમાં ૧૦% પાણી કાપ
Whatsapp-channel Whatsapp-channel

07 December, 2023 10:50 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK