Mumbai Water Cut: મુંબઈના ઇ વોર્ડમાં પાઇપલાઇન અપગ્રેડ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી પાણીકાપનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રતીકાત્મક તસવીર
મુંબઈમાં ગઇકાલે વરસાદની જોરદાર એન્ટ્રી થઈ. એ વચ્ચે હવે મહાનગર પાલિકા તરફથી પાણીકાપની સૂચના (Mumbai Water Cut) આપવામાં આવી છે. મુંબઈના ઇ વોર્ડમાં પાઇપલાઇન અપગ્રેડ કરવાનું કાર્ય હાથ ધરવામાં આવનાર હોવાથી નવાનગર અને ડોકયાર્ડ રોડ પરના જૂના 1,200 મીમી વ્યાસના પાણીની મુખ્ય પાઇપલાઇનને કાઢી નાખવામાં આવશે અને તેના સ્થાને તે જ સાઇઝણી નવી પાઇપલાઇન મૂકવામાં આવનાર છે. તેની સાથોસાથ ભંડારવાડા જળાશયના કમ્પાર્ટમેન્ટ-1ના જૂના 900 એમએમ વાલ્વને પણ બદલવાનું કાર્ય હાથ ધરવામાં આવનાર છે.
`એ`, `બી` અને `ઇ` વોર્ડના આ વિસ્તારમાં ૨૪ કલાક પાણીકાપ!
ADVERTISEMENT
આ કારણોસર બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આવતીકાલે એટલે કે બુધવારે સવારે 10 વાગ્યાથી ગુરુવારે સવારે 10 વાગ્યા સુધી એમ ૨૪ કલાક માટે `એ`, `બી` અને `ઇ` વોર્ડના કેટલાક વિસ્તારમાં પાણીનો પુરવઠો સ્થગિત કરવામાં (Mumbai Water Cut) આવશે. તે ઉપરાંત અમુક વિસ્તારોમાં, આ સમયગાળા દરમિયાન ઓછા પ્રેશર સાથે પાણી પૂરું પાડવામાં આવશે.
બીએમસી દ્વારા નાગરિકોને આપવામાં આવી છે આ સલાહ
પાણીકાપ (Mumbai Water Cut)ના નિર્ણય સાથે જ બીએમસીએ આ વિસ્તારના રહેવાસીઓને અગાઉથી પાણીનો સંગ્રહ કરવાની સૂચના આપી છે. પાણીકાપના સમયગાળા દરમિયાન પાણીનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવા વિનંતી કરી છે. હાથ ધરવામાં આવેલ કામ પૂર્ણ થયા બાદ રહેવાસીઓ આગામી બે દિવસ માટે ઓછા પ્રેશર સાથે અને સહેજ કાદવવાળું પાણી મળી શકે છે. માટે જ નાગરિકોને તેનો ઉપયોગ કરતાં પહેલાં જરૂરી સાવચેતીના ભાગરૂપે પાણીને ફિલ્ટર અને ઉકાળીને પીવાની સલાહ આપવામાં આવી છે.
હવે વાત કરીએ એ વિસ્તારોની જ્યાં પાણી પુરવઠો સંપૂર્ણપણે બંધ કરવામાં આવનાર છે.
એ વોર્ડ (બુધવાર)
નવલ ડોકયાર્ડ વોટર સપ્લાય ઝોન
સેન્ટ જ્યોર્જ હોસ્પિટલ, પી ડી`મેલો રોડ, રામગઢ ઝૂંપડપટ્ટી, આરબીઆઈ, નવલ ડોકયાર્ડ, શહીદ ભગતસિંહ માર્ગ, જીપીઓ જંક્શનથી રીગલ સિનેમા
બી વોર્ડ
ડોંગરી `એ` ઝોન (બુધવાર): ઉમરખાડી, નૂરબાગ ચિંચબંદર, જેલ રોડ, વાલપાખાડી, આનંદરાવ સુર્વે રોડ, મહેશ્વરી રોડ, કેશવજી નાયક રોડ, નિશાનપાડા પથ, પાલ્ક રોડ, નૌરોઝ હિલ ટંડેલ, સામંતભાઈ નાનજી રોડ, રામચંદ્ર ભટ માર્ગ, શયદા રોડ
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ (બુધવાર): સંપૂર્ણ બીપીટી ઝોન, પી ડી`મેલો રોડ
સેન્ટ્રલ રેલવે યાર્ડ (બુધવાર)
Mumbai Water Cut: બાબુલા ટેન્ક ઝોન (ગુરુવાર) : મોહમ્મદ અલી રોડ, ઇબ્રાહિમ રહમતુલ્લાહ રોડ, ઇમામવાડા રોડ, ઇબ્રાહિમ મર્ચન્ટ રોડ, યુસુફ મેહર અલી રોડ, પીરૂ ગલી, નારાયણ ધુરુ રોડ, અબ્દુર રહેમાન સ્ટ્રીટ, નાકોડા, કોલસા સ્ટ્રીટ
ડોંગરી `બી` ઝોન (ગુરુવાર) : તાંડેલ સ્ટ્રીટ, તનતનપુર, મોહમ્મદ ઉમર કોકિલ રોડ, વાય. એમ. રોડ, ખરક, ઇઝરાયેલ મોહલ્લા, વી. વી. ચંદન, દરયાસ્થાન, ધોબી શેરિફ દેવજી, રઘુનાથ મહારાજ લેન, ઓલ્ડ ભંગાલીપુરા ભંડારી, આચાર્ય ચંદ ગાંધી રોડ, નિશાનપાડા, મસ્જિદ બંદર, એલટીટી રોડ, નૂરબાગ, ડોંગરી, રામચંદ્ર ભટ માર્ગ, સેમ્યુઅલ સ્ટ્રીટ, કેશવજી નાયક રોડ, નરસી નાથ સ્ટ્રીટ
ઇ વોર્ડઃ
નેસ્બિટ ઝોન (ગુરુવાર): એન. એમ. જોશી માર્ગ, મદનપુરા, બદલાપુરા, નાગપાડા, શેખ હાફિઝુદ્દીન રોડ, ગણેશ હરિ પરુંડેકર માર્ગ, પેઇસ સ્ટ્રીટ, મુસા કિલ્દાર સ્ટ્રીટ, એમ. એસ. અલી રોડ, એમ. એ. રોડ, ટેન્ક પખાડી રોડ, ક્લેર રોડ, સોફિયા ઝુબેર રોડ, ભાયખલા (પશ્ચિમ) બી. જે. માર્ગ, કે. કે. માર્ગ
બાબુલા ટેન્ક ઝોન (ગુરુવાર) : દિમિતિમકર રોડ, ઉંડ્રિયા સ્ટ્રીટ, ખાંડિયા સ્ટ્રીટ, ટેમકર સ્ટ્રીટ, શેખ કમરુદ્દીન સ્ટ્રીટ, મસ્તાન ટેન્ક રોડ, ટેન્ક સ્ટ્રીટ, કાઝીપુરા, ડંકન રોડ, જેજે રોડ
મુંબઈ પોર્ટ ટ્રસ્ટ/દારૂખાના (28 મે):
ડોકયાર્ડ રોડ ઝોન (બુધવાર): મઝગાંવ કોલીવાડા, નરસુ નખવા માર્ગ, બ્રહ્મદેવ ખોટે માર્ગ, દરગાહ ગલી, હોસ્પિટલ લેન, ચર્ચ ગલી, બેકર ગલી, નવાબ ટેન્ક બ્રિજ, બેરિસ્ટર નાથ પાઈ માર્ગ, ડેલીમા સ્ટ્રીટ, ગણપી રોડ, કસાર ગલી, લોહરખટા, કોપરસ્મિથ રોડ
હાટીબાગ રોડ ઝોન (બુધવાર) : હાટીબાગ, શેઠ મોતીશા ગલી, ડી. એન. સિંહ માર્ગ
માથારપાખાડી ઝોન (ગુરુવાર): માથારપાખાડી રોડ, સેન્ટ મેરી રોડ, નેસ્બિટ રોડ, તડવાડી રેલવે કમ્પાઉન્ડ, શિવદાસ ચાપસી માર્ગ
માઉન્ટ રોડ ઝોન (બુધવાર) : રામભાઉ ભોગલે માર્ગ, ફરબંદર નાકા, વીરમાતા જીજાબાઈ ભોસલે ઉદ્યાન (રાણીબાગ), ઘોડાપદેવ નાકા, મ્હાડા સંકુલ, ભાયખલા (પૂર્વ), શેઠ મોતીશા ગલી, ટીબી કદમ માર્ગ, સંત સવતા માર્ગ, ડૉ. આંબેડકર રોડ, ડૉ. મહાસકરહંસ રોડ, ડીપી વાડી, કાલાચૌકી, નરિયાલવાડી, ચપસી ભીમજી માર્ગ
આ ઉપરાંત જેજે હોસ્પિટલ ખાતે બુધવારે લો પ્રેશર સાથે પાણી પુરવઠો છોડવામાં આવશે.
હવે વાત કરીએ એ વિસ્તારોની જ્યાં ગુરુવારે ઓછા પ્રેશર સાથે પાણી પૂરું પાડવામાં (Mumbai Water Cut) આવશે-
મુંબઈ સેન્ટ્રલ ઝોનઃ એમ. એસ. અલી રોડ, બેલાસિસ રોડ, કમાઠીપુરા, એસ. પી. રોડ, શુક્લાજી સ્ટ્રીટ, માનાજી રાજુજી રોડ, અગ્રીપાડા
એફ/સાઉથ ઝોનઃ દત્તારામ લાડ માર્ગ, ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ, ભાઈ બાલમુકુંદ માર્ગ, કાલાચૌકી, ચિંચપોકલી, ટીબી કદમ માર્ગ


