આરોપીનું નામ કાસમ સૈયદ હોવાનું કહેવાય છે, જે સોસાયટીમાં જ રહે છે. વાયરલ થઈ રહેલા બીજા એક વીડિયોમાં, એક વ્યક્તિ ક્લિપ રેકોર્ડ કરીને સૈયદ સામે કાર્યવાહીની માગણી કરતો જોઈ શકાય છે. તે સૈયદના ઘરનો દરવાજો અને તે સ્થળ બતાવી શકે છે જ્યાંથી તેણે બિલાડી ફેંકી.
વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ (તસવીર: સોશિયલ મીડિયા)
મુંબઈના મલાડની એક ઇમારતમાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં એક વ્યક્તિએ ઇમારતના નવમા માળેથી બિલાડી ફેંકી દીધી. બિલ્ડિંગના સીસીટીવી કૅમેરામાં કેદ થયેલી આ ઘટના મલાડના માલવાણી વિસ્તારમાં બની હોવાનું કહેવાય છે. અહેવાલો મુજબ, આ મામલે આરોપી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
સીસીટીવીમાં માણસ બારીની બહાર બિલાડી ફેંકતો કેદ થયો
ADVERTISEMENT
A man named Kasam Syed threw a cat down from the top floor. pic.twitter.com/n4cwxCNu0o
— Gayatri ????(BharatKiBeti) (@changu311) June 11, 2025
વાયરલ થયેલા સીસીટીવી વીડિયોમાં, એક બિલાડી ઇમારતની બારીની નજીક જૂતાના રૅક પર ઉભેલી જોઈ શકાય છે. થોડીવારમાં એક માણસ હાથમાં બૅગ લઈને તે સ્થળે પહોંચે છે. તે માણસ શરૂઆતમાં બિલાડીની આગળ, તેના ઘરના દરવાજા પાસે જાય છે, તેની બૅગ દરવાજા પાસે રાખે છે. પછી તે પાછો ફરે છે અને બિલાડી તરફ જાય છે. થોડીવારમાં, તો તે બિલાડીને ઉપાડીને બારીમાંથી ફેંકી દે છે. આ બિચારું પ્રાણી બિલ્ડિંગના નીચે આવેલા ધાતુની શીટ પર પડી ગયું અને તેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. આરોપીનું નામ કાસમ સૈયદ હોવાનું કહેવાય છે, જે સોસાયટીમાં જ રહે છે. વાયરલ થઈ રહેલા બીજા એક વીડિયોમાં, એક વ્યક્તિ ક્લિપ રેકોર્ડ કરીને સૈયદ સામે કાર્યવાહીની માગણી કરતો જોઈ શકાય છે. તે સૈયદના ઘરનો દરવાજો અને તે સ્થળ બતાવી શકે છે જ્યાંથી તેણે બિલાડી ફેંકી હતી.
A Muslim man named Kasam Syed threw a cat down from the top floor,
— Hindutva Vigilant (@VigilntHindutva) June 11, 2025
An FIR has been filed against the accused.
HOW CAN SOMEONE BE SO CRUEL. pic.twitter.com/shaegi2Dhm
આ માણસ માલવણી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જને લખેલા પત્રની નકલ પણ બતાવી શકે છે જેમાં તે આ ઘૃણાસ્પદ કૃત્ય બદલ સૈયદ સામે કાર્યવાહી કરવા માટે કહેવામાં આવ્યું હતું. તે ન્યાયની માગણી કરતો, પોલીસ અને સ્થાનિક ધારાસભ્ય અસલમ શેખનો પણ ઉલ્લેખ કરતો સાંભળી શકાય છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને ઘણા લોકો આરોપી સામે કાર્યવાહીની માગ કરી રહ્યા છે. જોકે, હાલમાં આ મામલે કોઈ કાનૂની કાર્યવાહી થયાના કોઈ પુષ્ટિ થયેલા અહેવાલો નથી.
બાન્દ્રામાં પણ વિચિત્ર ઘટના કૅમેરમાં કેદ
બાન્દ્રાના કાર્ટર રોડ પર શનિવારે રાતે એક વિચિત્ર ઘટના બની હતી જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. કાર્ટર રોડ પરથી પસાર થતી ઇલેક્ટ્રિક કારના બોનેટ પર એક માણસ સૂતો હતો, જે કોઈ પણ જાતનું હલનચલન નહોતો કરતો. સોશ્યલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર બાન્દ્રા બઝ નામના હૅન્ડલ પર આ વીડિયો પોસ્ટ થયો હતો જેમાં આ ઘટના શનિવારે રાતે સાડાબાર વાગ્યે બની હોવાનું તેમ જ આ મામલે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ એમ મુંબઈ પોલીસને ટૅગ કરીને જણાવવામાં આવ્યું છે.

