મરાઠીનો મુદ્દો હવે લોકલ ટ્રેન સુધી પહોંચી ગયો
મુંબઈની લોકલ ટ્રેનમાં પણ મરાઠી ભાષામાં બોલવાના મુદ્દે મહિલા મુસાફરોમાં વિવાદ થયો હતો
મુંબઈની લોકલ ટ્રેનમાં પણ મરાઠી ભાષામાં બોલવાના મુદ્દે મહિલા મુસાફરોમાં વિવાદ થયો હતો. એક વાઇરલ વિડિયોમાં દેખાઈ રહ્યું હતું કે લોકલ ટ્રેનના મહિલા ડબ્બામાં સીટની બાબતે ચાલુ થયેલો ઝઘડો મરાઠી ભાષામાં બોલવાના વિવાદ સુધી પહોંચી ગયો હતો. એક મહિલાએ બીજી મહિલાને મરાઠીમાં વાત ન કરવા બદલ ટોકી હતી જેને કારણે તેમની વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી અને બીજી મહિલા મુસાફરોએ પણ મરાઠી ભાષાના ઝઘડામાં સૂર પુરાવ્યો હતો. મરાઠીમાં વાત ન કરી શકનારી મહિલા મુસાફરને મરાઠી મુસાફરે ધમકી આપતાં કહ્યું, ‘આ અમારું મહારાષ્ટ્ર છે. મરાઠીમાં બોલો, નહીં તો અહીંથી નીકળો.’

