સિમેન્ટ બ્લૉક પડી જવાની ઘટનાની જાણ બપોરે 12.52 વાગ્યે મહારાજ ભવન, ઠાકુર રોડ, મજાસ વાડી, જોગેશ્વરી પૂર્વમાં સેલને કરવામાં આવી હતી. ડૉ. ઉઝમા (એએમઓ-એચબીટી હૉસ્પિટલ) એ માહિતી આપી હતી કે સંસ્કૃતિ અનિલ અમીનને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવી હતી.
પ્રતિકાત્મક તસવીર: સૌજન્ય મિડ-ડે
મુંબઈમાં હવે બાંધકામ હેઠળ ઈમારતમાં એક બેદરકારીએ યુવતીનો જીવ લીધો હોવાની ચોંકાવનારી ઘટના બની છે. બુધવારે સવારે બનેલી આ ઘટનામાં, 22 વર્ષીય મહિલા, સંસ્કૃતિ અમીન, જે ઑફિસ જવા માટે ઘરેથી નીકળી હતી, તેના માથા પર સિમેન્ટ બ્લૉક પડી જતાં મૃત્યુ થયું હતું. એક ઈમારત પરથી સિમેન્ટ બ્લૉક સીધો માથા પર પડતાં યુવતીને ગંભીર ઈજા થઈ હતી. આ ઘટના સવારે 9.30 વાગ્યાની આસપાસ જોગેશ્વરી પૂર્વના મજાસવાડીના ઠાકુર રોડ પર બની હતી.
પીડિતાને તેના પિતા અનિલ અમીન દ્વારા HBT ટ્રોમા કેર હૉસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જોકે, પહોંચતા જ યુવતીએ મૃત જાહેર કરવામાં આવી હતી. સાંજ સુધીમાં, મેઘવાડી પોલીસે અમીનનું નિવેદન નોંધ્યું હતું, જેમણે શ્રદ્ધા કન્સ્ટ્રક્શન્સના બિલ્ડર, કોન્ટ્રાક્ટર, એન્જિનિયર અને સાઇટ સુપરવાઇઝર સામે ફરિયાદ નોંધાવી હતી.
ADVERTISEMENT
અકસ્માતની વિગતો
BMC ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેલના અહેવાલ મુજબ, સિમેન્ટ બ્લૉક શિવકુંજ બિલ્ડિંગમાંથી પડ્યો હતો, જે રિડેવલપમેન્ટ હેઠળ છે અને મેસર્સ મજ્જાસ શ્રદ્ધા લાઇફ દ્વારા કામ ચાલી રહ્યું છે. સિમેન્ટ બ્લૉક પડી જવાની ઘટનાની જાણ બપોરે 12.52 વાગ્યે મહારાજ ભવન, ઠાકુર રોડ, મજાસ વાડી, જોગેશ્વરી પૂર્વમાં સેલને કરવામાં આવી હતી. ડૉ. ઉઝમા (એએમઓ-એચબીટી હૉસ્પિટલ) એ માહિતી આપી હતી કે સંસ્કૃતિ અનિલ અમીનને પહોંચતા જ મૃત જાહેર કરવામાં આવી હતી.
પિતાએ પોલીસમાં નોંધાવ્યું નિવેદન
મેઘવાડી પોલીસને આપેલા નિવેદનમાં, જોગેશ્વરી પૂર્વમાં ધોબુ ઘાટ પાસે કેટરિંગનો વ્યવસાય કરતા અનિલ અમીન (56), એ જણાવ્યું હતું કે સંસ્કૃતિએ હૉટેલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો હતો અને છેલ્લા 4 થી 5 દિવસથી ગોરેગાંવ પશ્ચિમમાં આરબીએલ બૅન્કમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. “બુધવારે, સંસ્કૃતિ રાબેતા મુજબ સવારે 09:30 વાગ્યે કામ માટે ઘરેથી નીકળી હતી. મેં બહારથી ચીસો સાંભળી અને હું દોડી ગયો અને બહાર ભીડ એકઠી થયેલી જોઈ. હું ભીડમાંથી આગળ ગયો અને મારી પુત્રી સંસ્કૃતિને લોહીથી લથપથ જમીન પર પડેલી જોઈ. તેની દાદીએ મારી પુત્રીના માથા પર સફેદ સિમેન્ટનો બ્લૉક પડતો જોયો. અન્ય રહેવાસીઓની મદદથી, હું સંસ્કૃતિને ઓટો-રિક્ષામાં હૉસ્પિટલ લઈ ગયો. પરંતુ ડોક્ટરોએ તેને મૃત જાહેર કરી,” અમીને તેના પોલીસ નિવેદનમાં જણાવ્યું હતું. પોલીસ આ મામલાની હવે વધુ તપાસ કરી રહી છે અને આ દુર્ઘટના કોઈની બેદરકારીને લીધે બની છે કે નહીં તે જાણવાનો પણ પોલીસ પ્રયત્નો કરી રહી છે.
દરમિયાન, વધુ એક દુર્ઘટનામાં મહારાષ્ટ્રના નાગપુર જિલ્લામાં એક અન્ય ઘટનામાં, મંગળવારે સવારે બસની ટક્કરથી સ્કૂટર પર સવાર ધોરણ 11 ના વિદ્યાર્થીનું મૃત્યુ થયું, પોલીસે જણાવ્યું. એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતકની ઓળખ 17 વર્ષીય ભાગ્યશ્રી જિયાલાલ ટેમ્ભેરે તરીકે થઈ છે, જે NEET ની પરીક્ષા આપતી હતી.


