Mumbai Traffic Rules: મુંબઈ ટ્રાફિક રૂલ્સને ન માનનારા વિરુદ્ધ પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. સાથે જ એવા લોકો પાસેથી દંડ વસુલવા માટે લોક અદાલત કરીને દંડી રકમ જમા કરવામાં આવી રહી છે.
મુંબઈ ટ્રાફિક પોલીસ (ફાઈલ તસવીર)
Mumbai Traffic Rules: મુંબઈ ટ્રાફિક રૂલ્સને ન માનનારા વિરુદ્ધ પોલીસે આકરું વલણ અપનાવ્યું છે. સાથે જ એવા લોકો પાસેથી દંડ વસુલવા માટે લોક અદાલત કરીને દંડી રકમ જમા કરવામાં આવી રહી છે.
Mumbai Traffic Rules: ટ્રાફિકના નિયમોનું પાલન ન કરતા ડ્રાઇવરો પાસેથી દંડની રકમ વસૂલવા માટે મુંબઈ ટ્રાફિક પોલીસ હવે લોક અદાલતની સ્થાપના કરી રહી છે. લગભગ 17.10 લાખ વાહન ચાલકોને બાકી ઇ-ચલાનની રકમ ચૂકવવા માટે નોટિસ આપવામાં આવી છે. તેમની પાસેથી 14.92 કરોડ રૂપિયા પણ રિકવર કરવામાં આવ્યા હતા. તેમ છતાં હજુ સુધી દંડ ન ભરનાર વાહન ચાલકોને શનિવારે લોક અદાલત બોલાવવામાં આવી હતી અને 850 લોકોએ રૂ. 28,21,300નો દંડ ભર્યો હતો. જે લોકો લોક અદાલતમાં હાજર નહીં થાય તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
ADVERTISEMENT
હકીકતે મુંબઈ ટ્રાફિક પોલીસે દંડ તરીકે 2019થી અત્યાર સુધી 579.9 કરોડ રૂપિયાની વકરી કરી છે, 685 કરોડ રૂપિયા હજી પણ પેન્ડિંગ છે. આ રકમને વસુલવા માટે લોક અદાલતની પહેલ શરૂ કરી છે. આનો ઉદ્દેશ વિભિન્ન લંબિત કૉર્ટની કાર્યવાહીનો સતત ઉકેલ લાવવાનો છે.
Mumbai Traffic Rules: લોક અદાલત જેવા ઉપાયોને સારો પ્રતિસાદ મળ્યો છે. ગયા વર્ષે અનેક લોકોએ પોતાનો દંડ ભર્યો અને અત્યાર સુધીમાં કુલ પેન્ડિંગ દંડના 51 ટકા જમા કરવામાં સફળ રહ્યા છે.
આ રીતે ભરી શકાય છે ઇ-ચલાન
Mumbai Traffic Rules: મુંબઈ ટ્રાફિક પોલીસ દ્વારા પેન્ડિંગ ઇ-ચલાન સાથે જોડાયેલા વિવરણ રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર ટેક્સ્ટ મેસેજ મોકલવામાં આવે છે. વાહનના માલિક ઑનલાઈન અથવા નજીકની ટ્રાફિક પોલીસ ચોકી પર જઈને પોતાનો મેસેજ બતાવીને દંડ ભરી શકે છે. આ સિવાય મુંબઈ પોલીસની વેબસાઈટ અને એપ તેમજ પરિવહન પોર્ટલની મદદથી પણ પેમેન્ટ કરી શકે છે.
ઉલ્લેખનીય છે કે બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલે તાજેતરમાં મુંબઈના ચાલી રહેલા ઊંડા સફાઈ અભિયાનમાં સામેલ માર્શલ્સની ફરજોના વિસ્તરણની જાહેરાત કરી હતી. આ માટે સિવિક બોડી માર્શલ્સ ફરી તહેનાત કરવામાં આવશે. જોકે, તેમને વધુ જવાબદારી (No Parking) સોંપવામાં આવશે. થૂંકવું, કચરો નાખવો, અયોગ્ય કચરાનો નિકાલ કરવો અને પાલતુ પ્રાણીએ કરેલો કચરો ઉપાડવો નહીં, જેવા ગુનાઓ માટે અગાઉથી જ જવાબદાર આ માર્શલો હવે શહેરના રસ્તાઓ પર ગેરકાયદે પાર્કિંગ અટકાવવાનું પણ કામ કરશે.
Mumbai Traffic Rules: બૃહન્મુંબઈ મહાનગર પાલિકા (BMC) કમિશનર ઈકબાલ સિંહ ચહલે ઉમેર્યું હતું કે, “અમુક વિસ્તારોની બહાર વાહનો પાર્ક કરવાથી ટ્રાફિક વધે છે અને સાથે રાહદારીઓને પણ અસુવિધા થાય છે અને કચરો એકત્ર કરવામાં પણ અવરોધ ઊભો થાય છે. મુખ્યપ્રધાન એકનાથ શિંદે (Eknath Shinde)ની સૂચનાઓને પગલે, નાગરિક સંસ્થા આ મુદ્દાને ઉકેલવા માટે વોર્ડ સ્તરે માર્શલની નિમણૂક કરી રહી છે.”


