જૂનાગઢથી લાવવામાં આવેલાં લાયન ભારત અને ભારતીને પાલક પ્રધાન આશિષ શેલારે દત્તક લીધાં
સંજય ગાંધી નૅશનલ પાર્કમાં ગઈ કાલે મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન આશિષ શેલારે મુલાકાત કરી હતી. તેમણે જૂનાગઢથી લાવવામાં આવેલાં ભારત અને ભારતી નામના આ બે સિંહને દત્તક લીધાં હતાં.
બોરીવલી ઈસ્ટમાં આવેલા સંજય ગાંધી નૅશનલ પાર્કની દર વર્ષે અંદાજે ૨૦ લાખ લોકો મુલાકાત લે છે. અહીં ટાઇગર અને લાયન સફારી છે એમાં હવે લેપર્ડ સફારી શરૂ કરવા માટેની તૈયારીઓ પણ આરંભી દેવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું. મુંબઈ સબર્બ્સના પાલક પ્રધાન અને રાજ્યના કૅબિનેટ પ્રધાન આશિષ શેલારે ગઈ કાલે સંજય ગાંધી નૅશનલ પાર્કની મુલાકાત કરીને લેપર્ડ સફારી શરૂ કરવા માટેની તૈયારી જાણવા માટે ફૉરેસ્ટ અધિકારી અને કર્મચારીઓને મળીને બેઠક કરી હતી. આ સમયે ૨૬ જાન્યુઆરીએ જૂનાગઢથી લાવવામાં આવેલા ભારત અને ભારતી નામની સિંહની જોડીને એક વર્ષ માટે દત્તક લેવાની જાહેરાત કરી હતી.
