Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > મુંબઈ સમાચાર > આર્ટિકલ્સ > Mumbai Road Accident: દહીસરમાં કરૂણ મોત! તેજ રફ્તારે આવી રહેલ કારચાલકે 17 વર્ષનાં યુવકનો જીવ લીધો

Mumbai Road Accident: દહીસરમાં કરૂણ મોત! તેજ રફ્તારે આવી રહેલ કારચાલકે 17 વર્ષનાં યુવકનો જીવ લીધો

Published : 15 September, 2024 10:00 AM | Modified : 15 September, 2024 10:01 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

Mumbai Road Accident: એક અજાણી કારે તેમના ટુ-વ્હીલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જ જોરદાર ટક્કર થઈ

રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર

રોડ અકસ્માતની પ્રતીકાત્મક તસવીર


કી હાઇલાઇટ્સ

  1. સીસીટીવી ફૂટેજ દ્વારા સ્કેન કરવામાં આવી રહ્યા છે
  2. કરણ રાજપૂત નામનો શખ્સ તેના મિત્રો આદિત્ય વેલણકર અને પિયુષ શુક્લા સાથે જય રહ્યો હતો
  3. આદિત્યને કાંદિવલીની સેવન સ્ટાર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો, પણ તેનું મોત થયું

મુંબઈમાં અવારનવાર અકસ્માત (Mumbai Road Accident)ના સમાચાર સામે આવતા હોય છે. તાજેતરમાં જ દહિસર પૂર્વ નજીક વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર હિટ એન્ડ રનનો એક ભયાવહ કિસ્સો સામે આવ્યો હતો. જેમાં 17 વર્ષના છોકરાનું મોત થયું હોવાનું સામે આવ્યું છે, 


અજાણ્યા કારચાલકની શોધખોળ ચાલી રહી છે



આ અકસ્માત અંગે પોલીસ પાસેથી મળતી માહિતી અનુસાર અત્યારે અકસ્માત સ્થળ અને નજીકના સ્થળોના સીસીટીવી ફૂટેજ દ્વારા સ્કેન કરવામાં આવી રહ્યા છે. આ સાથે જ તે અજાણ્યા કાર ચાલક (Mumbai Road Accident)ને શોધવાનો પ્રયાસ ચાલી રહ્યો છે.


શું છે આખો મામલો?

આ અકસ્માતની વિગતે વાત કરવામાં આવે તો કરણ રાજપૂત નામનો શખ્સ તેના મિત્રો આદિત્ય વેલણકર અને પિયુષ શુક્લા સાથે દહિસરથી પાછો ફરી રહ્યો હતો, ત્યારે તેને આ અકસ્માત નડ્યો હતો, પ્રાપ્ત અહેવાલો અનુસાર શુક્લા તેના ટુ-વ્હીલર પર સવારી કરી રહ્યો હતો. બીજો શખ્સ આદિત્ય એ કરણની બાઇક પર બેઠો હતો. આ મિત્રો જ્યારે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પરના ઓવરપાસની નીચેથી શૈલેન્દ્ર હાઈસ્કૂલ નજીકથી પસાર થઈ રહ્યા હતા, ત્યારે એક અજાણી કારે તેમના ટુ-વ્હીલરને ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમયે જ જોરદાર ટક્કર થતાં આદિત્યનું કરુણ મોત થયું હતું.


અકસ્માત (Mumbai Road Accident) થયો ત્યારે કરણ રોડની ડાબી બાજુ અને આદિત્ય જમણી બાજુએ ઊંચકાઈને પટકાયો હતો. આદિત્યને માથામાં ગંભીર ઈજાઓ પણ થઈ હોવાનું સામે આવ્યું છે, તેને કાન અને નાકમાંથી લોહી નીકળ્યું હતું, જ્યારે કરણને થોડીક ઈજાઓ થઈ હતી. પીયૂષ અને કરણ બંને મળીને આદિત્યને કાંદિવલીની સેવન સ્ટાર હોસ્પિટલમાં લઈ જવા નીકળ્યા હતા. પરંતુ કમનસીબે હોસ્પિટલમાં પહોંચતા જ તેનું પ્રાણપંખેરુ ઊડી ગયું હતું.

દહીસર પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે 

અકસ્માતની ભયાવહ ઘટના સામે આવ્યા બાદ દહિસર પોલીસે મોટર વ્હીકલ એક્ટની કલમો સાથે ભારતીય ન્યાય સંહિતાની કલમ 106 (બેદરકારીથી મૃત્યુ) અને 281 (ઉશ્કેરાટ અથવા બેદરકારી) હેઠળ કેસ નોંધ્યો છે. આ પ્રકારના જીવલેણ હિટ-એન્ડ-રન માટે જવાબદાર અજાણી કાર અને ડ્રાઇવરને શોધવા માટે અધિકારીઓએ તપાસ શરૂ કરી દીધી છે.

લોઅર પરેલમાં પણ થયો હતો અકસ્માત 

આ અકસ્માત (Mumbai Road Accident) પહેલા અત્યારે જ 8 સપ્ટેમ્બર, રવિવારના રોજ લોઅર પરેલમાં પણ એક અકસ્માત સામે આવ્યો હતો. આ અકસ્માતમાં 20 વર્ષીય આયુષ સિંહે જીવ ગુમાવ્યો હતો. આ ઘટના બપોરે 2:08 વાગ્યાની આસપાસ માતુલી નાકા પાસે સામે આવી હતી. અહીં પૂરઝડપે આવી રહેલ ઇલેક્ટ્રિક કાર એક મોટરસાઇકલ સાથે અથડાઈ હતી. ઓવર ટેક કરવાના ચક્કરમાં આયુષ સિંહનું મોત થયું હતું. તે તેના મિત્રો શિવમ સિંહ અને વિશાલ સિંહ સાથે મોટરસાઇકલ પર જય રહ્યો હતો.

Whatsapp-channel Whatsapp-channel

15 September, 2024 10:01 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK