Mumbai Rain: હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી ૪૮ કલાકમાં મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદી ઝાપટાંનો અનુભવ થઈ શકે છે.
વરસાદી માહોલની પ્રતીકાત્મક તસવીર
છેલ્લા થોડા ક દિવસથી મહારાષ્ટ્રમાં વાતાવરણ બદલાયું છે. વરસાદી માહોલ પણ જોવા મળ્યો હતો. હવે હવામાન વિભાગ તરફથી વરસાદ (Mumbai Rain)ને પગલે આગાહી જારી કરવામાં આવી છે. મહારાષ્ટ્રમાં હજી બે દિવસ સુધી ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
મહારાષ્ટ્રમાં વરસાદી મહોલ (Mumbai Rain)ને લઈને હવામાન વિભાગ (IMD)એ આગામી 48 કલાકમાં રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. આગામી ૪૮ કલાકમાં મહારાષ્ટ્રમાં કમોસમી વરસાદી ઝાપટાંનો અનુભવ થઈ શકે છે. આ સાથે જ હવામાન વિભાગની આગાહી મુજબ આજે દેશ અને રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે.
ADVERTISEMENT
વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર તેમ જ મરાઠવાડામાં વરસાદની વધારે શક્યતા
રાજ્યમાં વરસાદી માહોલ અંગે આગાહી કરતાં હવામાન વિભાગ (IMD)એ જણાવ્યું હતું કે, વિદર્ભ, મધ્ય મહારાષ્ટ્ર તેમ જ મરાઠવાડામાં પવનના સુસવાટા સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે.
આ સાથે જ કોંકણ અને પશ્ચિમ મહારાષ્ટ્રમાં પંણ હળવા વરસાદ (Mumbai Rain)ની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અને જો દેશભરમાં આગામી સમયમાં કેવું વરસાદી વાતાવરણ રહેશે તે અંગે જો વાત કરવાં આવે તો નિકોબાર ટાપુઓ પર ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
વાત હો મહારાષ્ટ્ર રાજ્યની કરવામાં આવે તો રાજ્યમાં ઘણા સ્થળોએ હળવો વરસાદ પડી શકે છે. જ્યારે કેટલાક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડશે. આ ઉપરાંત કેટલીક જગ્યાએ કરા પડવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં આજે ભરપૂર વરસાદની શક્યતા રહેલી છે.
રાજ્યના દક્ષિણ ભાગમાં ઉત્તર-પૂર્વ ચોમાસું સક્રિય થયું છે. જેને કારણે દક્ષિણ આંદામાન સમુદ્રમાં નીચા દબાણના વિસ્તાર રચાયો છે. જેને કારણે કમોસમી વરસાદ જોવા મળી રહ્યો છે. વિદર્ભ, મરાઠવાડા અને મધ્ય મહારાષ્ટ્રમાં આગામી બે-ત્રણ દિવસ સુધી કમોસમી વરસાદની સંભાવનાને કારણે ખેડૂતો પણ ખૂબ જ ચિંતામાં મુકાયા છે.
હવામાન વિભાગે આગામી 48 કલાકમાં વિદર્ભના અકોલા, અમરાવતી, ગોંદિયા અને નાગપુરમાં ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. મધ્ય મહારાષ્ટ્રમાં પણ બે દિવસ વરસાદ (Mumbai Rain) પડશે. જોકે, કમોસમી વરસાદને કારણે તાપમાનમાં ઘટાડો જરૂર થશે. આગામી ત્રણ દિવસમાં લઘુત્તમ તાપમાનમાં 2થી 3 ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. કેટલીક જગ્યાએ ધુમ્મસભર્યું વાતાવરણ પણ છવાયેલું જોવા મળી શકે છે.
અરબી સમુદ્ર (Arabian Sea)માં પણ ચક્રવાત સર્જાયું છે. જેને કારણે ઓછા દબાણનો પટ્ટો રચાય તેવી શક્યતા છે. આથી આગામી દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના છે. હવામાન વિભાગે બીડ, ધારાશિવ, લાતુર, પરભણી, અકોલા, હિંગોલી, અમરાવતી, નાગપુર, જાલના, નાંદેડ, ગોંદિયામાં વરસાદને લઈને યલો એલર્ટ (Mumbai Rain) પણ જાહેર કર્યું છે. ડિસેમ્બરની શરૂઆતમાં બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાય તેવી શક્યતા છે, આ જ કારણોસર આગામી દિવસોમાં હવામાનમાં વધુ ફેરફાર થવાની સંભાવના છે.