Mumbai Police: 6 ફેબ્રુઆરી સુધી પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મરાઠા કાર્યકરોએ 26 જાન્યુઆરીથી મુંબઈમાં જોરદાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે.
મુંબઈ પોલીસની ફાઇલ તસવીર
કી હાઇલાઇટ્સ
- 23 જાન્યુઆરીની મધ્યરાત્રિથી 6 ફેબ્રુઆરી સુધી જમા બંધી
- મુંબઈમાં મરાઠા સમુદાયનું આંદોલન શાંતિને ખલેલ પહોંચાડી શકે છે
- સરઘસ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે
Mumbai Police: આવતીકાલે જ પ્રજાસત્તાક દિવસ છે. દાદરના શિવાજી પાર્ક ખાતે મોટી સંખ્યામાં નાગરિકો એકઠા થયા હતા. કોઈપણ અકસ્માત અથવા અન્ય ઘટનાઓને ટાળવા માટે મુંબઈ પોલીસે કલમ 144 લાગુ કરી નાખી છે.
આ સાથે જ મુંબઈ પોલીસે (Mumbai Police) જારી કરેલ માર્ગદર્શિકા અનુસાર શહેરમાં 6 ફેબ્રુઆરી સુધી પાંચ કે તેથી વધુ લોકોના મેળાવડા અને સરઘસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. મુંબઈ પોલીસના જણાવ્યા અનુસાર બોમ્બ ડિટેક્શન અને ડિસ્પોઝલ ટીમો, ડૉગ સ્ક્વોડનો ઉપયોગ ભીડભાડ, મહત્વપૂર્ણ અને સંવેદનશીલ સ્થળોનું નિરીક્ષણ કરવા માટે કરવામાં આવી રહ્યો છે.
ADVERTISEMENT
આ ઉપરાંત 28 જાન્યુઆરી સુધી તમામ પોલીસ (Mumbai Police)ની રજાઓ પણ રદ કરવામાં આવી છે. આ સાથે જ સાવચેતીના પગલાંના ભાગરૂપે મુંબઈમાં 23 જાન્યુઆરીની મધ્યરાત્રિથી 6 ફેબ્રુઆરી સુધીના 15 દિવસ માટે પ્રતિબંધિત આદેશો લાદવામાં આવ્યા છે.
હાલ મનોજ જરાંગે સહિત હજારો મરાઠા કાર્યકરોએ 26 જાન્યુઆરીથી મુંબઈમાં જોરદાર વિરોધ પ્રદર્શનની જાહેરાત કરી છે અને તેઓ મુંબઈ તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે પોલીસ દ્વારા લાગુ કરવામાં આવેલ નિયમોનું શું થાય છે તે જોવું રહ્યું.
મનોજ જરાંગે દ્વારા આ માંગ કરવામાં આવી રહી છે
મરાઠા સમાજને કુણબી જાતિનું પ્રમાણપત્ર આપવામાં આવે એવી માંગ કરવામાં આવી છે. આજ કારણોસર મુંબઈમાં મરાઠા સમુદાયનું આંદોલન શાંતિને ખલેલ પહોંચાડી શકે છે. આંદોલનોને કારણે કોઈ જ પ્રકારનું નુકસાન ન થાય તે માટે પોલીસે (Mumbai Police) વિરોધ માર્ચ કાઢવા પર પ્રતિબંધ ફરમાવ્યો છે. પોલીસ કમિશનરે જણાવ્યું કે આ આદેશ બુધવારથી અમલમાં આવ્યો છે અને આગામી 15 દિવસ સુધી અમલમાં રહેશે.
પણ હવે આ વચ્ચે જોવું રહ્યું કે મનોજ જરાંગે શું કરે છે. તેથી વહીવટીતંત્રે પણ કહ્યું છે કે આંદોલનમાં કોઈ અડચણ નથી. મરાઠા સમાજના લગભગ બેથી અઢી કરોડ લોકો મુંબઈ આવશે. સાથે જ આ લોકોએ ચેતવણી પણ આપી છે કે મરાઠા સમુદાય 26 જાન્યુઆરીએ પોતાની તાકાત બતાવીને જ રહેશે.
શેના પર નિયંત્રણો છે?
પાંચ કે તેથી વધુ વ્યક્તિઓની કોઈપણ બેઠક પર પ્રતિબંધ છે સાથે જ સરઘસ પર પણ પ્રતિબંધ છે. કોઈપણ શોભાયાત્રામાં લાઉડ સ્પીકર, સંગીતનાં સાધનો, ફટાકડા ફોડવાને પ્રતિબંધમાંથી મુક્તિ આપવામાં આવી છે.
Mumbai Police: લગ્ન, અંતિમ સંસ્કાર વગેરે. કંપનીઓ, ક્લબો, સહકારી મંડળીઓ, અન્ય સંસ્થાઓ અને સંગઠનોની કાનૂની બેઠકો. સામાજિક મેળાવડા, અને ક્લબો, સહકારી મંડળીઓ, સિનેમાઘરો, થિયેટરો અથવા જાહેર મનોરંજનના કોઈપણ સ્થળે અથવા તેની આસપાસ ફિલ્મો, નાટકો અથવા પ્રદર્શન જોવાના હેતુ માટે ભેગા થવું વગેરે. શૈક્ષણિક પ્રવૃત્તિઓ માટે શાળાઓ, કોલેજો અને અન્ય શૈક્ષણિક સંસ્થાઓમાં અથવા તેની આસપાસ ભેગા થવા પર પ્રતિબંધ નથી. ફેક્ટરીઓ, દુકાનો, વ્યવસાય માટેની મીટિંગો પણ બાકાત છે.


